________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર
૨૨૭
સૂત્ર-૨) ઈચ્છામિ હામિ સ
v સૂત્ર-વિષય :
જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિને લગતા જે અતિચારો મન, વચન, કાયાથી લાગ્યા હોય તેનું મિથ્યાદુકૃત આપી અને કાયોત્સર્ગમાં સ્થિર થવા માટે આ સૂત્રનું કથન કરાયેલ છે.
1 સૂત્ર-મૂળ :ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ. જો મે દેવસિઓ અઈયારો કઓ, કાઈઓ વાઈઓ માણસિઓ, ઉસ્યુત્તો ઉમ્મગ્ગો અકષ્પો અકરણિજ્જો, દુલ્ઝાઓ દુધ્વિચિંતિઓ, અણાયારો અણિચ્છિઅબો અસાવગ-પાઉગ્યો, નાણે દંસણ ચરિત્તાચરિત્તે સુએ સામાઈએ, તિરૂં ગુત્તીર્ણ, ચહિં કસાયાણં, પંચહમણુવ્રયાણ તિરૂં ગુણવ્રયાણં ચહિં ચિકખાવયાણં, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ જે ખંડિએ જે વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. | સૂત્ર-અર્થ :હું કાયોત્સર્ગમાં સ્થિર રહેવાને ઇચ્છું . દિવસ દરમિયાન મેં જે કંઈ અતિચાર-ખલના કરી હોય, (તે ખલના)-કાયાથી, મનથી, વચનથી થયેલી હોય, – શાસ્ત્ર વિરુદ્ધ, માર્ગ વિરુદ્ધ, આચાર વિરુદ્ધ (અને) ન કરવા યોગ્ય હોય, – દુર્ગાન સ્વરૂપ (અને) દુષ્ટ ચિંતવના રૂપ હોય, – અનાચાર રૂપ, ન ઇચ્છવા યોગ્ય (અને) શ્રાવકને અયોગ્ય હોય. (આ અતિચારો શામાં લાગે છે તે જણાવે છે) - જ્ઞાનને વિશે, દર્શનને વિશે, દેશવિરતિ ચારિત્રને વિશે, સિદ્ધાંત-શ્રતને વિશે અને સામાયિકને વિશે, - ત્રણ ગુતિના સંબંધમાં, ચાર કષાય (ના ત્યાગના) સંબંધમાં, પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો, ચાર શિક્ષાવ્રતો એ બાર પ્રકારના શ્રાવકધર્મ