________________
૨૨૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ સંબંધી જે કંઈ ખંડિત કર્યું હોય કે વિરાધિત કર્યું હોય.
તે સંબંધી મારું દુષ્કૃત્ - પાપ મિથ્યા થાઓ.
. શબ્દજ્ઞાન :ઇચ્છામિ - હું ઇચ્છું છું
ઠામિ - રહું છું, રહેવાને કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગમાં
જો મે - જે મેં દેવસિઓ - દિવસ સંબંધી
અઇયારો - અતિચાર, સ્કૂલના કઓ - કર્યો હોય
કાઇઓ - કાયિક, કાયાથી વાઈઓ - વાચિક, વચનથી માણસિઓ - માનસિક, મનથી ઉસ્યુરો - સૂત્ર કે શાસ્ત્ર વિરુદ્ધ ઉમ્મગ્ગો - માર્ગથી વિરુદ્ધ
અકમ્પો - કલ્પ કે આચાર વિરુદ્ધ અકરણિજ્જો - ન કરવા યોગ્ય દુઝાઓ - દુર્ગાન સ્વરૂપ દુધ્વિચિંતિઓ - દુષ્ટ ચિંતવનરૂપ અણાયારો - અનાચાર રૂપ
અણિચ્છિઅવ્વો - ન ઇચ્છવાયોગ્ય અસાવગ-પાઉગ્નો - શ્રાવકને અયોગ્ય, શ્રાવકને માટે અત્યંત અનુચિત નાણે - જ્ઞાનને વિશે
દંસણ - દર્શનને વિશે ચરિતાચરિત્ત - દેશવિરતિ રૂપ ચારિત્રને વિશે, શ્રાવકધર્મને વિશે સુએ - શ્રત કે સિદ્ધાંતને વિશે સામાઈએ - સામાયિકને વિશે તિરૂં ગુત્તીર્ણ - ત્રણ ગુપ્તિ સંબંધે ચહિં કસાયાણ -ચાર કષાય સંબંધ પંચë અણુવ્રયાણ - પાંચ અણુવ્રતોના સંબંધમાં, અણુવ્રતોને વિશે તિë ગુણવ્રયાણું - ત્રણ ગુણવ્રતોના સંબંધમાં, ગુણવતોને વિશે અહિં સિકખાવયાણું - ચાર શિક્ષાવતોના સંબંધમાં, શિક્ષાવતોને વિશે બારસવિહસ્સ - બાર પ્રકારના સાવગધમ્મસ્સ - શ્રાવકધર્મ સંબંધી જં ખંડિએ - જે કંઈ ખંડિત થયું જે વિરાહિએ - જે વિરાધ્ય હોય તસ્સ - તેનું, તે સંબંધિ
મિચ્છા - મિથ્યા થાઓ મિ - મારું (બોલનારનું)
દુક્કડ - દુષ્કૃત, પાપ, ભૂલ આ વિવેચન :
આ સૂત્ર ત્રણ અલગ-અલગ પ્રકારે પ્રતિક્રમણ સૂત્રોમાં જોવા મળે છે. જેમાં આદ્ય પદો-આદેશ બદલાય છે. પણ જો ને કેવસિઝ શબ્દથી ત્રણે સૂત્રો એક સમાન છે. (૧) રૂછામિ મિશબ્દોથી આ સૂત્ર (શ્રમણને આશ્રીને) આવશ્યક સૂત્રના ૩૮માં સૂત્રરૂપે જોવા મળે છે. (૨) રૂછામિ ડિમિતું શબ્દોથી આ સૂત્ર (શ્રમણને આશ્રીને) આવશ્યક સૂત્રમાં સૂત્ર-૧૫ રૂપે જોવા મળે છે. (૩) છાજિળ સંદિ મમવન ! ટેલિગં ગાઉં શબ્દોથી યોગશાસ્ત્ર સ્વોપજ્ઞ વિવરણમાં જોવા મળે છે. તેથી આદ્ય પદોનું વિવેચન માત્ર બદલાય છે, પછીના સર્વે પદોનું વિવેચન સમાન જ રહે છે.
ત્રણેમાં આદ્ય પદોનું પરિવર્તન પ્રતિક્રમણ ક્રિયાના હેતુને આશ્રીને જ અલગઅલગ જોવા મળે છે. શેષ કથન તો ત્રણેમાં સરખું જ છે.