________________
ભગવાનë. સૂત્ર-સૂત્રનોંધ
૨૧૭ ક્રિયામાં સ્થાન આદિ જોતાં લાંબા સમયથી આ ચારે પદોનું અસ્તિત્વ સ્વીકારાએલું છે તેટલું ચોક્કસ કહી શકાય. પણ અમે તેના આધારસ્થાન વિશે કોઈ ચોક્કસ નિર્ણય પ્રાપ્ત કરી શક્યા નથી. હા. યોગશાસ્ત્રમાં નિર્દિષ્ટ પ્રતિક્રમણવિધિ દર્શક ૩૩ ગાથામાં બીજી ગાથામાં ચાર ખમાસમણનો ઉલ્લેખ ચોક્કસ પ્રાપ્ત છે.
– આ સૂત્રની ભાષા અપભ્રંશ છે.
– ઉચ્ચારની દૃષ્ટિએ અનુભવે એવું જોવા મળેલ છે કે “સર્વસાધુહને બદલે ઘણાં “સર્વસાધુળ્યું” બોલે છે. ઉચ્ચારની આ ક્ષતિ ન થાય તે માટે પહેલેથી જ ધ્યાન આપવું જોઈએ.
- ચારે પદ ચાર ખમાસમણપૂર્વક બોલાય છે. તે ચારે ખમાસમણ ઉભા થઈને વિધિપૂર્વક આપતા-આપતા એક-એક પદનું અલગ-અલગ ઉચ્ચારણ બધાંએ સાથે કરવું જોઈએ. બેઠા બેઠા ખમાસમણ આપીને નહીં.
-
X
—-X