________________
૨૧૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
બોલાય છે. બીજી વખત છ આવશ્યક બાદ સ્તવન કહ્યા પછી બોલાય છે.
૦ આધાર સ્થાન સંબંધે પ્રબોધટીકામાં કરેલ નોંધનું સ્પષ્ટીકરણ –
પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભાગ-૨માં આ ચાર પદો માટેનું આધાર સ્થાન જણાવવા (૧) યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવૃત્તિમાં ચિરંતનાચાર્ય કૃત્ પ્રતિક્રમણવિધિની ૩૩ ગાથાઓનું અવતરણ કર્યાની નોંધ છે. (૨) પાદનોંધમાં - શ્રાદ્ધવિધિમાં આ ગાથાઓ આપી હોવાનો સાક્ષીપાઠ છે. જેનો ગાથા ક્રમાંક ૩૦ બતાવ્યો છે.
આ પાઠને આધારે પ્રબોધટીકા કર્તા એવું જણાવે છે કે, તેમાં (તે ગાથામાં) ભગવદાદિ ચારને વંદન કરવાનો ઉલ્લેખ આવે છે. માટે આ ચારને વંદન કરવાનો વિધિ ચિર-પ્રચલિત છે.
આ લખાણમાં અર્થઘટન ખોટું છે – કેમકે - આ ૩૩ ગાથાઓ.
– યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં આપી છે. જેમાં પ્રસ્તુત ગાથાનો ક્રમ “૩૦' છે એટલી વાત નિશ્ચિતપણે સત્ય છે.
– શ્રાદ્ધવિધિના પ્રકાશ-૨ “રાત્રિકૃત્યમાં પણ આ ૩૩ ગાથાઓની નોંધ યોગશાસ્ત્રવૃત્તિ મુજબ લેવાઈ છે તે પણ અમે “શ્રાદ્ધવિધિમાં જોયું.
પરંતુ તેની ગાથા ૩૦ને આધારે ભગવદાદિ ચાર વંદનનો ઉલ્લેખ મળે છે તે કથન તદન ખોટું છે. કેમકે
(૧) આ ૩૩ ગાથાઓમાં ૧૮ ગાથા સુધી દેવસી પ્રતિક્રમણ વિધિ છે, પછી ૧૯ થી ૨૭ ગાથામાં રાઈ પ્રતિક્રમણ વિધિ કહી છે. ગાથા ૨૮થી પપ્રિતિક્રમણની વિધિ શરૂ કરે છે. તેમાં ગાથા ૩૦માં પગંત (સમત્ત) ખામણા પછી “ચાર થોભવંદન કરવા” એ પ્રમાણે નોંધ્યું. ત્યારપછી ગાથા-૩૧માં લખ્યું કે ઉપરોક્ત વિધિ કર્યા પછી શેષ દેવસિક પ્રતિક્રમણ કરે.
આ બધાંનો સારાંશ એ કે ગાથા-૩૦માં જણાવેલા “ચાર થોભવંદન'નો અર્થ “પકિખખામણા' થાય છે નહીં કે ભગવદ્ આદિ ચાર વંદન
(૨) આ માત્ર અમારું તારણ છે એમ જ નથી. પણ પ્રબોધટીકાના કર્તાએ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભાગ-૩ના પરિશિષ્ટોમાં યોગશાસ્ત્રમાં ઉદ્ધત આ જ ૩૩ ગાથાઓની અર્થ સહિત નોંધ કરી છે. તેમાં તેઓ પણ ગાથા-૩૦માં ચાર સ્તોભ વંદનનો અર્થ “પકિખખામણા' જ કર્યો છે.
તેથી આ સાક્ષી પાઠ ચાર પબિ ખામણા અંગેનો છે. પરંતુ ભગવદાદિ ચાર પદોના વિષયમાં આ સાક્ષીપાઠ નથી.
પણ આ જ ૩૩ ગાથામાં ગાથા-૨માં ચાર ખમાસમણનો ઉલ્લેખ છે જ તે જ આ સૂત્રનો સાક્ષી પાઠ નિશ્ચિત થાય છે. વળી ધર્મસંગ્રહ આદિમાં પણ વિધિરૂપે ચાર ખમાસમણની વાત આવે જ છે.
i સૂત્ર-નોંધ :– આ સૂત્રનો આવશ્યક આદિ આગમ સૂત્રોમાં કોઈ પાઠ મળતો નથી. – આ સૂત્ર વિષયક થયેલ પ્રશ્નોત્તર તેમજ પ્રતિક્રમણમાં દીર્ધકાળથી તેનું