________________
ભગવાનë૦ સૂત્ર-વિવેચન
૨૧૫
- આ શબ્દની વ્યાખ્યા, વિવેચન આદિ સૂત્ર-૧ ‘નવકાર મંત્રમાં ચોથા હવન્નાયા પદમાં ‘વજ્ઞાય’ શબ્દથી આપવામાં આવેલ છે.
• સર્વસાધુરં - સર્વ સાધુઓને.
- સાધુ કે સર્વસાધુ શબ્દની વ્યાખ્યા અને વિવેચન સૂત્ર-૧ “નવકાર મંત્રના પાંચમાં પદમાં “સર્વસાહૂ' શબ્દોથી અપાયેલ છે. વળી ત્યાં ના શબ્દ માટે “કેટલાંક ઇચ્છે છે” એમ કહીને તોરહિત સવ્વસાહૂyi નો પાઠ પણ છે તેવું જણાવેલ જ છે.
- આ ઉપરાંત સૂત્ર-૧૫ ‘ગાવંત કે વિ” માં પણ સાધુ શબ્દની વ્યાખ્યા છે. સૂત્ર-૧૧ “જગચિંતામણિ'માં પણ સાધુનો સંખ્યા નિર્દેશ છે.
1 વિશેષ કથન :
૦ સૂત્રનું નામ :- આ સૂત્રના બે નામો નોંધાયા છે (૧) ભગવદાદિવંદન સૂત્ર અને (૨) ભગવાડું સૂત્ર
. (૧) ભગવદાદિ વંદન સૂત્ર ભગવાન્ આદિ ચારે પદો બોલતા પૂર્વે એકએક ખમાસમણ દેતા-દેતા એક-એક પદનું ઉચ્ચારણ થાય છે. તેથી તેને ભગવદાદિ વંદન સૂત્ર કહ્યું છે.
(૨) ભગવાન્હેં સૂત્ર - સૂત્રના આદ્ય પદને આશ્રીને આ સૂત્રનું નામ બોલાય ત્યારે “ભગવાનડું' એવું નામ બોલાય છે.
૦ સૂત્રનું મહત્ત્વ :
– અહીં પંચપરમેષ્ઠીમાંના ચાર પદો રજૂ થયા છે. આ ચારે પદોમાં વર્તતા ઉચ્ચ આત્માઓ પરમ વંદનીય છે જ. તેમને નમસ્કાર શા માટે ? તે બાબતનું વર્ણન તો સૂત્ર-૧ “નવકારમંત્રમાં કરાયેલ જ છે. તઉપરાંત પુનઃપુનઃ વંદનાદિથી ભાવની વિશુદ્ધિ થાય છે.
– પ્રતિક્રમણહેતુગર્ભમાં શ્રી જયચંદ્રસૂરિજી જણાવે છે કે, દેવવંદન (અર્થાત્ ચાર થોયના જોડારૂપ ઉત્કૃષ્ટ ચૈત્યવંદન) કર્યા પછી ચાર ખમાસમણ વડે શ્રી ગુરુઓને વાંદે. (કેમકે) લોકમાં પણ રાજા અને પ્રધાન આદિના બહુમાન વડે પોતાની ઇચ્છેલી કાર્યસિદ્ધિ થાય છે. (તે જ રીતે અહીં વંદનાદિ વડે ઇષ્ટ અર્થની સિદ્ધિ થાય છે) અહીં રાજાને સ્થાને તીર્થકર અને પ્રધાનને સ્થાને આચાર્યાદિ છે.
૦ ક્રિયામાં સ્થાન :
રાત્રિક અને દૈવસિક (પાક્ષિક આદિ સહિત) પ્રતિક્રમણમાં બબ્બે વખત આ ચાર ખમાસમણ આપવાનો વિધિ પ્રચલિત છે –
(૧) રાત્રિક પ્રતિક્રમણમાં - જગચિંતામણિયુક્ત ચૈત્યવંદન કર્યા પછી આ ચારે પદો (ખમાસમણપૂર્વક) બોલાય છે અને પછી ચાર થોયના જોડા બાદ નમુત્થણ બોલ્યા પછી આ ચારે પદો ખમાસમણપૂર્વક બોલાય છે.
(૨) દૈવસિક (આદિ સંધ્યાકાલિન) પ્રતિક્રમણમાં પહેલા ચાર થાયના જોડારૂપ દેવવંદન કર્યા પછી નમુત્થણે કહીને ચાર ખમાસમણ પૂર્વક આ ચાર પદો