________________
૨૧૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
ત્યાં બંને સૂત્રોના વિવેચનમાં ભાવનું શબ્દનું વિસ્તૃત વિવેચન કરાયેલ છે તે જોવું.
૦ માવાન્ શબ્દનો અર્થ તીર્થકર ભગવંતોને તથા “ધર્માચાર્યોને એવો પણ થાય છે. પ્રબોધટીકા કર્તાએ તેને માટે આ પ્રમાણે પાઠો આપેલ છે.
– સેન પ્રશ્નોત્તર ભાષાંતર પૃષ્ઠ-૩૨. ઉપાધ્યાય સોમવિજયજી-પ્રશ્નકર્તા. ઉત્તરદાતા - પૂ.સેનસૂરિજી મ.
દેવસિય-પડિક્કમણમાં દેવવંદન પછી ચાર ખમાસમણાં દેવાય છે. તેમાં મવિદં પદમાં ભાવિન શબ્દનો શો અર્થ છે? કેટલાંકો તેનો “તીર્થકર' એવો અર્થ કરે છે. બીજાઓ “ધર્માચાર્ય" એવો અર્થ કરે છે.
ત્યારે કોઈક “દેવવંદન પછી ચાર ખમાસમણાથી” ગુરમહારાજને વાંદે" એમ પ્રતિક્રમણહેતુ ગર્ભ ગ્રંથમાં કહ્યા મુજબ ગુરુ જ વંદાય છે. જેની પાસે પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરાય, તે ગુરુ મનાય એમ બોલે છે.
તો આમાં કયો અર્થ ન્યાયયુક્ત છે ? આ પ્રશ્નનો ઉત્તર શ્રી વિજયસેનસૂરીશ્વરજી આ પ્રમાણે આપે છે– - પહેલા ખમાસમણે તીર્થકર અને ધર્માચાર્યને સંબોધી વંદન કરાય છે. - સેન પ્રશ્નોત્તર ભાષાંતર પૃષ્ઠ-૨૩૮ – પ્રશ્નકર્તા - પંન્યાસ ધર્મડર્ષગણી ઉત્તરદાતા - પૂ. સેનસૂરિજી મ.
- “પ્રતિક્રમણમાં ખમાસમણ આપીને માવાનદં ભાવાર્થહં ઇત્યાદિ ચાર ખમાસમણમાં પહેલું “ભગવાનડું" બોલાય છે. આ પદમાં “ભગવાનું” શબ્દનો અર્થ શો થાય ?"
કોઈક કહે છે કે “સુધર્માસ્વામી' થાય અને કોઈક “મંડલીના સ્વામી ગીતાર્થ મુનિવર થાય” એમ કહે છે અને કોઈક તીર્થંકર અર્થ થાય - એમ બોલે છે. જ્યારે “પ્રતિક્રમણ હેતુગર્ભ” ગ્રંથની બાલાવબોધમાં “ચ્યારે ખમાસમણે અરિહંતાદિક વાંદઈ" એમ લખ્યું છે.
વળી લઘુ પ્રતિક્રમણ હેતુગર્ભમાં “ભગવ' શબ્દના ચાર અર્થો છે. તો (ભગવદ્ શબ્દનો) શો અર્થ થાય ? - આ પ્રશ્નનો ઉત્તર શ્રી વિજયસેનસૂરિજીએ આ પ્રમાણે કહ્યો છે– પરંપરાએ ભાવિન્ શબ્દનો અર્થ ધર્માચાર્ય સંભળાય છે.”
સારાંશ- ભગવાનૂહ' શબ્દથી તીર્થકર ભગવંતોને તથા ધર્માચાર્યોને એવો અર્થ કરવો એમ ઉચિત લાગે છે.
૦ વાર્થ૮ - આચાર્યાને
– આચાર્ય શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧ નવકારમંત્રમાં “ગારિયા' પદથી કરાયેલ છે. તેથી વિસ્તૃત વિવેચના સૂત્ર-૧માં જોવી.
– સૂત્ર-૨ “પંચિંદિય'માં તેમના ૩૬ ગુણોનું વિવરણ છે. આ ૩૬ ગુણોપૂર્વકનું વિસ્તૃત વિવેચન સૂત્ર-રમાં જોવું.
• ઉપાધ્યાયાં - ઉપાધ્યાયોને–