________________
૯૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
ત્યારે ભગવંતની અનુજ્ઞાપૂર્વક વિપુલપર્વતે જઈને અનશન કર્યું. એક માસનું અનશન અને સંલેખના પૂર્વક સમાધિયુક્ત થઈને કાળધર્મ પામ્યા. પછી વિજય નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહે જન્મ લઈને મોક્ષે જશે.
(૨) મધુરિમા – માર્ગાનુસારિપણું, માર્ગાનુસારિતા.
- અસત્ આગ્રહ (દુરાગ્રહ)રૂપ ઉન્માર્ગને છોડવાપૂર્વક તત્ત્વ કે સત્ય માર્ગને અનુસરવાપણું તે માર્ગાનુસારિતા.
– પંચાશક ટીકામાં કહે છે - મોક્ષ માર્ગનું અનુસરણ તે માર્ગાનુસારિતા. – યોગશાસ્ત્ર - મિથ્યાત્વના વિજયથી ઉત્પન્ન થયેલ તત્ત્વાનુમારિપણું.
-૦- જ્યાં સુધી જીવ પૌગલિક ભાવનાઓનો ત્યાગ કરીને આધ્યાત્મિક ભાવનાનું સેવન કરતો નથી અર્થાત્ જીવાદિ તત્ત્વમાં શ્રદ્ધા રાખવાપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરતો નથી, ત્યાં સુધી તે મોલ તરફ પ્રયાણ કરી શકતો નથી. તેથી તત્ત્વનું અનુસરવું તે જ મોક્ષ માર્ગનું અનુસરણ છે.
– ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે કે, માર્ગ એટલે આગમ-નીતિ, અથવા સંવિગ્ર અર્થાત્ મોક્ષમાર્ગના અભિલાષી એવા અનેક લોકોએ આચરેલું છે. એ બંનેને અનુસરનારી જે ક્રિયા તે “માર્ગાનુસારિણી' કહેવાય છે.
– લલિત વિસ્તરા વિવેચનમાં લખે છે કે બીજી આશંસા (અભિલાષા) છે માગનુસારિતાની, માગનુસારિતા એટલે તત્ત્વને અનુસરવું તે. એક વખત “ભવનિર્વેદ' સંસારનો કંટાળો જાગ્યો, પછી સંસારમાં રહેવું તો ગમશે નહીં, તો જવું ક્યાં ? કયા માર્ગે ચાલવું ? વક્રતા છોડી સરળ માર્ગે જવું. ચારિત્રધર્મ કે નીતિના માર્ગે ચાલવું. કેમકે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ માર્ગને અનુસરનારા જીવો સદ્ગતિને પામે છે.
(૩) હૃત્તિ સિદ્ધિ :- ઇષ્ટ ફળની સિદ્ધિ, મનોવાંછિત ફળની સિદ્ધિ.
– એક વખત ભવનિર્વેદ જાગે, પછી માર્ગાનુસારિતા આવે અને આત્મ વિકાસ કે આત્મોન્નતિની ઇચ્છાવાળો જીવ હોય તેને માટે મોક્ષ એ જ ઇષ્ટ ફળ છે. આ ઇષ્ટ ફળ રૂપ મોક્ષની સિદ્ધિ માટે જ પુરુષાર્થ કરવો જોઈએ.
- કોઈ ઇષ્ટનો અર્થ “આ ભવના' હિતકર અને ફળ-પ્રયોજનોની સિદ્ધિ એવો પણ કરે છે. તેમના મતે આ લોકના કાર્યો સિદ્ધ થતાં ચિત્તની સ્વસ્થતા આવે છે. ચિત્ત સ્વાથ્યથી મોક્ષનાં કાર્યોમાં જીવ પ્રગતિ કરી શકે છે. વિકજનો દ્વારા કહેવાયેલ આ અર્થનો અસ્વીકાર ન કરીએ તો પણ જેમને ખરેખર ભવનિર્વેદ જાગ્યો છે, તેવા જીવો જ્યારે માર્ગાનુસારિતાને પ્રાપ્ત કરે છે ત્યારપછી તેમનો પુરષાર્થ આ લોકના કાર્યો માટે નિશ્ચયથી હોઈ શકે નહીં. તેમનો પુરુષાર્થ કેવળ “મોક્ષ' અર્થે જ હોય. તેમના માટે ઇષ્ટ ફળ એ માત્ર મોક્ષ હોય. તેમની પ્રવૃત્તિ પણ આવા જ ઇષ્ટફળ માટે હોય.
- લલિત વિસ્તરામાં પણ ઇફળસિદ્ધિનો અર્થ “અવિરોધી ફળની ઉત્પત્તિ એવો જ કર્યો છે. અવિરોધી એટલે ચિત્તની પ્રસન્નતા રહે તેવું. પણ તે ચિત્તની