________________
૯૩
જય વિયરાય સૂત્ર-વિવેચન પ્રાર્થના યોગ્ય જ છે.
– ભવનિર્વેદ એટલે સંસારનો વિરાગ (રાગ જવો તે), ફરી વખત જન્મ લેવાનો અણગમો કે અનિચ્છા. જ્યાં જન્મ છે ત્યાં જરા અને મૃત્યુ અવશ્ય છે. જન્મના અભાવથી જરા અને મૃત્યુનો અભાવ આપોઆપ થવાનો જ છે. તેને જ અજર-અમર' અવસ્થા કહેવાય છે. તેથી તત્ત્વતઃ આવી અવસ્થા પ્રાપ્ત કરવાની તાલાવેલી એ જ “ભવનિર્વેદ' છે.
– મવ એટલે સંસાર કે જન્મ નિર્વે એટલે વૈરાગ્ય, અનાસક્તિ, વિરક્તિ કે ઉદાસીનતા. સંસારના ભોગાદિને અસાર સમજવા અને તેમાં આસક્ત ન થઈ આત્માભિમુખ થઈ ઉચ્ચ આત્મવિકાસ માટે જ પ્રયત્ન કરવો. આવી ઉદાસીનતા પ્રાપ્તિ પછી જ મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે યથાર્થ પ્રયત્ન થઈ શકે છે. સમ્યગ્દર્શનના લક્ષણોમાં પણ ‘નિર્વેદ' એક લક્ષણ કહ્યું છે.
– આવો ભવ નિર્વેદ માત્ર ગૃહસ્થી કે સમકિતી માટે જ નહીં પણ વિરતિ પાખ્યા પછી પણ પ્રાર્થવા યોગ્ય છે. કેમકે “ભવનિર્વેદ' એ તરતમતા વાળી બાબત છે. જ્યાં સુધી વીતરાગભાવ પ્રગટે નહીં ત્યાં સુધી ઉત્તરોત્તર સાધ્ય છે. કેમકે લાયોપથમિક ભાવે પ્રાપ્ત આ નિર્વેદ શાયિક ભાવ ન પામે ત્યાં સુધી અપૂર્ણ છે. માટે મુનિઓએ પણ “ભવનિર્વેદની પ્રાર્થના કરવાની છે.
– માત્ર ધર્મ, ધર્મક્રિયા ગમતી હોય તે જ પુરતું નથી, સંસાર અને સંસારના પદાર્થો, વિષયો, ભવભ્રમણ આદિ સર્વે પરત્વે અનાસક્તિ-વિરક્તિ પણ જોઈશે.
૦ લઘુ દષ્ટાંત :- રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર મેઘકુમારને જ્યારે દીક્ષા ગ્રહણ કરવાની ભાવના થઈ. માતાપિતા સાથે તેનો સંવાદ થયો. ત્યારે ધારિણી રાણી તેને દીક્ષા ન લેવા સમજાવે છે અને મેઘકુમાર ધારિણી માતાની દરેક વાતનો પ્રત્યુત્તર આપતા જે વચનો કહે છે. તેમાં મેઘકુમારનો ભવનિર્વેદ ભારોભાર પ્રગટ થઈ રહ્યો છે.
હે માતા ! આપ જે કહો છો તે યોગ્ય છે. પણ આ મનુષ્યજીવન અધુર, અનિત્ય, અશાશ્વત, વિનશ્વર, આપત્તિઓથી વ્યાપ્ત છે. વીજળીની માફક ચંચળ છે, પાણીના પરપોટા અને તૃણના અગ્રભાગે રહેલા જલકણ સમાન અનિત્ય, સંધ્યાની લાલિમાની જેમ સ્વપ્નદર્શન સમાન છે. વળી કોણ જાણે છે કે પહેલા કોણ જશે? પછી કોણ જશે? નિશ્ચયથી મનુષ્ય કામભોગ અશુચિ છે, અશાશ્વત છે. પિત્ત, કફ, શુક્ર, શોણિતને ઝરાવનારું છે, આ હિરણ્ય આદિ ધનદ્રવ્ય પણ અગ્નિસાધ્ય, ચોરસાધ્ય રાજ્યસાધ્ય, દાયસાધ્ય, મૃત્યુસાધ્ય છે. ઇત્યાદિ અનેક પ્રકારે સંસાર અને સંસારી પદાર્થોની અસારતા જણાવી.
ત્યારપછી માતાપિતાની અનુમતિ પામી મેઘકુમારે શ્રમણ ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ કરી. એક માસિક, બે માસિક આદિ ભિલુપ્રતિજ્ઞાઓની આરાધના કરી. જ્યારે તેમનું શરીર શુષ્ક, રુક્ષ, માંસરહિત હાડકાં કડકડથતાં હોય તેવું થઈ ગયું