________________
નાસંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન
૨૫૩ વિપરીત ફળ આપે છે.
– ટૂંકમાં જે કાળે જે ભણવાની આજ્ઞા હોય. તે કાળે તે (કૃત) ભણવું તે કાળ આચાર કહેવાય છે.
– શાસ્ત્રમાં જે સૂત્ર જે કાળે ભણવાની આજ્ઞા આપી હોય તે કાળે તે સૂત્ર ભણવું તેને કાળ (સંબંધી જ્ઞાન) આચાર કહેવાય.
– ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન-૨૫૬માં કહે છે કે, યોગ્યકાળે મૃત (જ્ઞાન) ભણવું, ભણાવવું, વ્યાખ્યાન કરવું તે મૃતધર્મનો (જ્ઞાનનો) પહેલો આચાર છે, તેમ પંડિત પુરુષોએ કહેલું છે.
આ કાલ-આચારનું પાલન ન કરવાથી અતિચાર લાગે છે. જેનું વર્ણન પાક્ષિક અતિચાર સૂત્રમાં જોવા મળે છે.
સ્વાધ્યાય કાળનું વિસ્તૃત વર્ણન દશવૈકાલિક, નિશીથ, વ્યહાર આદિ સૂત્રો તથા તેની ચૂર્ણિ અને વૃત્તિમાં જોવા મળે છે. “આચાર' વિષયક ગ્રંથોમાં પણ તેનું વર્ણન કરાયેલ છે.
(૨) વિખવે - વિનયને વિશે.
– સામાન્યથી વિનયને શિષ્ટતા, નમ્રતા આદિ અર્થમાં ગ્રહણ કરાય છે, પણ અહીં જ્ઞાનાચારના ભેદરૂપે તે ગુરુ, જ્ઞાની, જ્ઞાનના અભ્યાસી, જ્ઞાન અને જ્ઞાનના ઉપકરણોની આશાતના કે અનાદર વર્જવાના અને યોગ્ય ભક્તિ કરવાના અર્થમાં વપરાયેલો છે.
– ભાવારીપ ગ્રંથમાં ‘વિનય માટે લખે છે કે, તે જ રીતે વિનય એટલે ગુરની, જ્ઞાનીઓની, જ્ઞાનાભ્યાસીઓની, જ્ઞાનની અને પુસ્તક, jઠું, પાનાં, પાટી, ક્વલી, ઠવણી, ઓળિયું, ટીપણું, દસ્તરી વગેરે જ્ઞાનોપકરણોની - જ્ઞાન મેળવવાનાં સાધનોની આશાતનાનું વર્જન અને તેમની યથાયોગ્ય રીતે ભક્તિ વગેરે કરવાં.
– ગુરનો વિનય ઉભા થઈને સામે જવું, આસન આપવું, પગ પ્રમાર્જવા, વિશ્રામણા કરવી, વંદના કરવી, આજ્ઞા-પાલન કરવું, શ્રવણ-ઇચ્છા રાખવી વગેરે વડે થાય છે. તે સંબંધમાં કહેવાયું છે કે
અબ્દુત્થાન, અંજલિકરણ, આસન આપવું, ગુરુ ભક્તિ અને ભાવશુશ્રુષા એ વિનય કહેવાય છે.
– જ્ઞાનદાતા ગુરુનો પ્રત્યુપકાર થઈ શકતો નથી તેથી જ્ઞાનદાતાનો ‘વિનય' કરવો આવશ્યક છે. જો તેમ કરવામાં ન આવે તો શાસ્ત્રઅભ્યાસનું યોગ્ય ફળ મળી શકતું નથી.
– દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં 'વિનય' આચારની વ્યાખ્યા કરતા જણાવે છે કે, મૃતનું ગ્રહણ કરતી વેળાએ ગુરનો વિનય કરવો જોઈએ. આવો વિનય અબ્દુત્થાન, પગ પ્રક્ષાલન આદિ વડે થાય છે. જો અવિનયથી શિક્ષા ગ્રહણ કરવામાં આવે તો તે નિષ્ફલ થાય છે.
– વૃત્તિકાર મહર્ષિ અહીં શ્રેણિક રાજાનું દષ્ટાંત આપે છે–