________________
૨૫૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ કોઈ વખતે શ્રેણિક રાજાની એક રાણીએ કહ્યું કે, તમે મને એક એકસ્તંભવાળો પ્રાસાદ (મહેલ) કરાવી આપો. શ્રેણિકે અભયકુમારને આ કાર્ય સોંપ્યું. અભયકુમારે દેવની સહાયથી સુંદર બાગ-બગીચાવાળો પ્રાસાદ કરાવી આપ્યો. તે નગરના કોઈ ચાંડાળની પત્નીને આમ્રફળ ખાવાની ઇચ્છા થઈ, અકાળે આમ્રફળ કયાંય મળતા ન હતા. ચાંડાળે જ્યારે જાણ્યું કે રાજાના એકથંભીયા મહેલના બગીચામાં આ આમ્રફળો છે ત્યારે અવનામિની વિદ્યાથી ડાળી નમાવીને બાણ વડે તે ફળ ચોરવાનું શરૂ કર્યું. રાજાને તેની જાણ થઈ, અભયકુમારની બુદ્ધિથી ચાંડાળને પકડી લીધો.
શ્રેણિક રાજાએ ચાંડાળને કહ્યું કે, જો તું મને તારી આ વિદ્યા શીખવ તો હું તને સજામાંથી મુક્ત કરું. ચંડાળે વિદ્યા શીખવવાનું કબૂલ કર્યું. રાજા શ્રેણિકે સિંહાસને બેઠા બેઠા જ વિદ્યા શીખવાનું શરૂ કર્યું, વારંવાર પ્રયત્ન છતાં તેને વિદ્યા ચડતી ન હતી. ત્યારે રાજા રોષાયમાન થયો. તે વખતે અભયે કહ્યું કે, તેમાં આ ચાંડાળનો કોઈ દોષ નથી. વિદ્યા વિનયથી ગ્રહણ થાય, સ્થિર થાય અને ફળદાયી થાય. ત્યારે ચાંડાળને સિંહાસને બેસાડ્યો, રાજા નીચે બેઠો અને વિદ્યા ગ્રહણ કરી તો તેને તુરંત જ આવડી ગઈ.
આ રીતે શ્રુત 'વિનય-આચાર' પૂર્વક ગ્રહણ કરવું જોઈએ.
- ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન-૨૫૮માં જણાવે છે કે, “શ્રુતની આશાતના કરવી નહીં, કારણ કે તેનો વિનય શ્રુત સ્વરૂપ છે. તેથી કરીને શુશ્રુષાદિક ક્રિયા કરવાના વખતે શ્રુતજ્ઞાનવાળાનો પણ વિનય કરવો.
– વિનયના જુદા જુદા અર્થો ઘટાવવામાં આવે છે કેમકે વિનય એ જ્ઞાનાચાર તો છે જ, તદુપરાંત વિનય એ એક અત્યંતર તપ પણ છે, ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનય એ સ્વતંત્ર અધ્યયન પણ છે. વિનયનો એક અર્થ એવો પણ થાય છે કે, સકલ કુલેશકારક. આઠ પ્રકારના કર્મોનો જે નાશ કરે તે વિનય. અથવા જેના વડે કર્મો દૂર ખસે-ક્ષય પામે તે વિનય. ઇત્યાદિ.
પણ અહીં જ્ઞાનાચારના સંબંધમાં તેનો અર્થ ગુરુ શુશ્રષા કે ગુરુ સેવા એમ કરવો યોગ્ય છે કારણ કે તે પણ આઠ પ્રકારના કર્મોના લયમાં અનન્ય કારણ છે. તે વિનયનાં મુખ્ય લક્ષણો છે – આજ્ઞાપાલન, પ્રીતિ અને વિચક્ષણતા. ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૧માં ‘વિનીત'નું લક્ષણ જણાવતા કહ્યું છે કે, જે આજ્ઞાને પાળનાર હોય, ગુરુની નિકટ રહેનાર હોય અને ઇંગિત તથા આકારને જાણનાર હોય તે ‘વિનીત' કહેવાય છે.
યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના શ્લોક-૧૨૫, ૧૨૬માં ગુરુનો વિનય સાત પ્રકારે બતાવેલ છે, તે આ પ્રમાણે છે – (૧) સત્કાર, (૨) સન્માન, (૩) વંદન, (૪) અબ્દુત્થાન, (૫) અંજલિકરણ, (૬) આસન પ્રદાન, (૭) આસન અનુપ્રદાન (ગુરુ ભગવંતને આસન આપ્યા પછી પોતે આસન ગ્રહણ કરવું.)
ઉત્તરાધ્યયન સૂત્રમાં તેમજ તેને આશ્રીને ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં અપાયેલા