________________
૨૫૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ કે દર્શનની આરાધના થકી દર્શનગુણ વિકસે તે દર્શનાચાર. આ દર્શનાચારના આઠ ભેદો ત્રીજી ગાથામાં જણાવે છે.
(૩) ચારિત્રાચાર - જે આચરણાથી ચારિત્રની પ્રાપ્તિ થાય, વૃદ્ધિ થાય કે ચારિત્ર આરાધના થકી ચારિત્રની નિર્મળતા પ્રગટે તે ચારિત્રાચાર. આ ચારિત્રાચારના આઠ ભેદો ચોથી ગાથામાં જણાવે છે.
(૪) તપાસાર - જે આચરણાથી તપની આરાધના થાય, તપોવૃદ્ધિ થાયકે તપ થકી કર્મનિર્જરા થાય તે તપાચાર. આ તપાચારના બે ભેદો મુખ્યતાએ અને પેટા ભેદે બાર પ્રકારે જણાવેલ છે. જે આ સૂત્રની ગાથા પાંચથી સાતમાં જણાવેલ છે.
(૫) વીર્યાચાર - જે આચરણાથી ઉક્ત જ્ઞાનાદિ ચારે આચાર માટે પ્રબળ પુરુષાર્થ જાગૃત થાય તેને વીર્યાચાર કહે છે. જેનું સ્વરૂપ આ સૂત્રની ગાથા-આઠમાં રજૂ કરવામાં આવેલ છે.
સ્થાનાંગ સૂત્ર-૪૭૦માં આચાર આ જ પ્રાંચ ભેદે જણાવતા કહ્યું છે કે, “આચાર પાંચ પ્રકારના છે – (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વીર્યાચાર.
જ્યારે સ્થાનાંગ સૂત્ર-૮૪માં આ ‘આચાર-ભેદો' જુદી રીતે કહ્યા છે– (૧) આચાર બે પ્રકારે છે - જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર. (૨) નોજ્ઞાનાચાર બે પ્રકારે છે - દર્શનાચાર અને નીદર્શનાચાર (૩) કોદર્શનાચાર બે પ્રકારે છે - ચારિત્રાચાર અને નોચારિત્રાચાર (૪) નોચારિત્રાચાર બે પ્રકારે છે - તપાચાર અને વીર્યાચાર. -૦- બંનેમાં રજૂઆત ભિન્નતા જરૂર છે, પણ અર્થથી તો પાંચ ભેદ છે જ.
આ રીતે આચારના પાંચ ભેદોની ભૂમિકારૂપ પહેલી ગાથાને જણાવ્યા પછી હવે બીજી ગાથાનું વિવેચન કરીએ છીએ – (બીજી ગાથા સંબંધે આગમો તથા ગ્રંથોમાં ઘણું જ વિવેચન જોવા મળે છે. અહીં તેની સંક્ષિપ્ત રજૂઆત કરેલ છે.) જ્ઞાનાચારના આઠ ભેદો આ ગાથામાં જણાવે છે –
(૧) વ7 - કાળને વિશે, કાળના નિયમના અનુસરણ વડે–
– કાળ એટલે સમય. શ્રુતજ્ઞાનના અધ્યયનાદિ માટે નિશ્ચિત થયેલા સમયને અહીં “કાલ' શબ્દથી સૂચિત કરાયેલ છે. અમુક કાર્ય અમુક સમયે જ કરવું જોઈએ કેમકે તે સમયે કરવાથી સિદ્ધ થાય છે. આ વાત શાસ્ત્રાભ્યાસ કે જ્ઞાન ઉપાસનાના સંદર્ભમાં નિયમરૂપે લાગુ પડે છે, તે દર્શાવવા જ્ઞાનાચારના પ્રથમ ભેદરૂપે “કાળનો નિર્દેશ કરાયેલ છે.
- સર્વાનિવડ વૃત્તિ માં જણાવે છે કે, જે અંગપ્રવિષ્ટ આદિ શ્રુતનો કાળ કહેવાયેલ છે, તે જ કાળે સ્વાધ્યાય કરવો જોઈએ, અન્ય કાળે નહીં તેને “કાળ' કહે છે. આ ‘કાળ' સંબંધે તીર્થંકરની આજ્ઞાને અનુસરવું જોઈએ. જેમ “ખેતી’ વગેરે પણ તેના કાળે-સમયે કરવામાં આવે તો ફળદાયી બને છે, પણ વિપરીત કાળે કરાય તો