________________
નાણંમિ સસંમિ સૂત્ર-વિવેચન
૨૫૧
શબ્દ નિષ્પન્ન થાય છે.
- સાવર વૃત્તિ મુજબ દર્શન(બાબત) આચરણ તે દર્શનાચાર, જ્ઞાન વિશેનું આચરણ તે જ્ઞાનાચાર એ રીતે પાંચમાં જાણવું.
- ઉત્તરાધ્યયન વૃત્તિમાં આચાર શબ્દના અર્થો– આચાર એટલે શાસ્ત્રવિહિન વ્યવહાર અથવા ઉચિત ક્રિયા અથવા જ્ઞાનાચાર
આદિ.
• ફ ણો પણ મળિો - આ પ્રમાણે આ પાંચ પ્રકારનો (આચાર) કહેવાયેલો છે, પ્રતિપાદિત કરાયેલો છે.
૦ રૂઝ - આ પ્રમાણે - ઉપર કહ્યા મુજબ ૦ ગુણો - આ - જ્ઞાન, દર્શન આદિ ૦ પંહી - પાંચ પ્રકારે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય.
૦ મળિયો - કહેવાયો છે, મM - બોલવું, કહેવું કે પ્રતિપાદન કરવું. તેના પરથી મતિ શબ્દ બન્યો. જે પ્રાકૃતમાં મણિ કહેવાય છે.
૦ ગાથા-૧ સાર :
આ સૂત્રથી પહેલી ગાથામાં પાંચ પ્રકારના આચારનો ઉલ્લેખ છે. ધર્મમાં કે મોક્ષમાર્ગમાં શ્રદ્ધાપૂર્વકના જ્ઞાન પછી તેનું આચરણ પણ એટલું જ મહત્ત્વનું ગણેલ છે. સમ્યક્ આચરણા ન કરતા શુષ્ક જ્ઞાનીની કોઈ કિંમત નથી. આપ્તપુરુષોએ પણ સાવર: પ્રથમ ઘર્ષ: આચાર એ પહેલો ધર્મ છે, તેમ કહ્યું છે. ધર્મના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા તે આચાર છે. પણ “આચાર' કહેવો કોને ? તે બાબત પ્રત્યેક ધર્મ પ્રવર્તકોમાં મતભેદ પ્રવર્તે છે. જેમકે જૈનો “રાત્રિભોજનને અભક્ષ્ય ગણી ત્યાગ કરવાનું કહે છે, જ્યારે મુસ્લીમોમાં “રોજા' રાખનાર રાત્રે જ ભોજન લે છે. શ્રમણો કંદ-મૂળને ત્યાજ્ય ગણાવે છે પણ તાપસો તેને જ ભસ્થ ગણાવે છે. બ્રાહ્મણો આદિ નદીના પવિત્ર સ્નાનમાં પુન્ય માને છે. જૈન સાધુને સ્નાન કરવાની જ મનાઈ ફરમાવાઈ છે. તો આચાર કહેવો કોને ?
| તીર્થંકર પરમાત્માએ પાંચ પ્રકારના આચારની વાત કરી જે જુદી-જુદી રીતે આગમમાં રજૂ થયેલી છે. આચાર મુખ્યતાએ બે પ્રકારનો કહ્યો – (૧) લૌકિક અથવા દ્રવ્ય આચાર અને (૨) લોકોત્તર અથવા ભાવ-આચાર. જે દ્રવ્યાચાર છે તે રૂઢિ, રિવાજ, પરંપરા, સ્વ-સ્વ સામાચારીને અનુસરતો હોય છે જ્યારે ભાવાચારને સ્પષ્ટ કરવા જ અહીં “નાણંમિ દંસણૂમિ' ગાથા મૂકાયેલ છે. કેમકે અહીં સૂત્રકાર સાયર’ શબ્દથી ભાવાચાર' જ જણાવે છે. (ભાવાચાર) આચારના પાંચ ભેદો આ ગાળામાં જણાવ્યા.
(૧) જ્ઞાનાચાર - જે આચરણથી જ્ઞાનથી પ્રાપ્તિ થાય, જ્ઞાનની વૃદ્ધિ થાય કે જ્ઞાનની આરાધના થકી જ્ઞાનનો પ્રકાશ થાય તે જ્ઞાનાચાર. આ જ્ઞાનાચારના આઠ ભેદો બીજી ગાથામાં જણાવે છે.
(૨) દર્શનાચાર - જે આચરણથી દર્શનની પ્રાપ્તિ થાય, દર્શનની શુદ્ધિ થાય