________________
૨૫૦
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨
• તવંગ - તપને વિશે, તપની બાબતમાં.
– પાંચ આચારમાંનો આ ચોથો આચાર છે. ‘આચાર' શબ્દ પૂર્વના પાંચે પદો સાથે સંબંધ ધરાવતો હોવાથી તેને “તપાચાર' કહેવાય છે.
– તપ એટલે જેનાથી શરીરની રસ આદિ ધાતુ અથવા કર્મ તપે કે શોષાય તેને તપ કહે છે.
– આ તપને કર્મ નિર્જરાનું અમોઘ સાધન કહ્યું છે.
– તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં પણ કહ્યું છે કે, તપ વડે સંવર અને નિર્જરા થાય છે.
- ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે, કરોડો ભવોના સંચિત કરેલા કર્મ તપ વડે ક્ષીણ થાય છે.
- નવ પદોમાં પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર પછી તપ' નામક ચોથા પદની આરાધનાનો નિર્દેશ કરાયેલ છે.
– આ તપ અનશન આદિ બાર ભેદથી કહેવાયેલો છે, જે બારે ભેદોનું વર્ણન આ જ સૂત્રમાં આગળ કરાયેલ છે.
• વેરિયંમિ - વીર્યને વિશે, વીર્ય-આત્મબળની બાબતમાં.
– પંચવિધ આચારમાં “વીર્ય' એ પાંચમો આચાર છે. જેને માટે દશવૈકાલિક નિર્યુક્તિ-૧૮૨માં વરિયાવર' શબ્દ જ વપરાયેલ છે.
– વીર્ય એટલે જીવનું સામર્થ્ય, આત્મશક્તિ કે આત્મબળ.
- વરિય માટે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે, વીર્ય એ બળ છે કે જે જીવનું લક્ષણ છે, તે બે પ્રકારનું હોય છે – (૧) સકર્મ અને (૨) અકર્મ. તેમાં કર્મના ઉદયથી ઔદયિક ભાવરૂપ જે સામર્થ્ય ઉત્પન્ન થાય છે તે “સકર્મવીર્ય કહેવાય છે અને કર્મના લયથી શાયિકભાવરૂપ જીવનું સાહજિક સામર્થ્ય પ્રગટે છે તે અકર્મવીર્ય કહેવાય છે.
– ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તિ મુજબ - વીર્ય એટલે વીયન્તરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ શક્તિ અથવા આત્મશક્તિ.
– જંબૂતીપપ્રજ્ઞપ્તિ વૃત્તિ - વીર્ય એટલે આંતર ઉત્સાહ કે જીવોત્સાહ.
– ભગવતી વૃત્તિ - વીર્ય એટલે જીવનું બળ કે ઉત્સાહ અથવા વીર્યાન્તરાયના ક્ષયથી ઉત્પન્ન થયેલ શક્તિ.
• શાયર - આચરણ, વર્તણુક,વ્યવહાર • કાયરે - આચાર.. – આચરણ એ જ આચાર. – શાસ્ત્ર શુદ્ધ વર્તણુક કે ધર્મવિહિત જીવન વ્યવહારને આચરણ કહે છે. – સમ્યક્ આચરણ તે આચાર.
– આ ‘આચાર' શબ્દ નાણ, દંસણ, ચરણ, તપ અને વીર્ય એ પાંચ સાથે જોડાયેલો છે. તેથી નાણાયાર, દંસણાયાર, ચરણાયાર, તપાયાર અને વીર્યાયાર