________________
નાણુંમિ હંસણંમિ સૂત્ર-વિવેચન
૨૪૯
(૨) દર્શન શબ્દનો અર્થ અહીં સમ્યગ્દર્શન કરવો. ચક્ષુ-અચક્ષુ આદિ દર્શન અહીં ગ્રહણ કરવાનું નથી.
(૩) નિર્યુક્તિકારે ‘દર્શન’ પહેલા લીધું છે. ‘જ્ઞાન' શબ્દ પછી લીધો છે. (૪) ક્ષાયોપશમિક આદિ ભાવરૂપ (સમ્યક્) દર્શન જ અહીં લેવું.
સામાન્ય શબ્દોમાં કહીએ તો - અહીં દર્શન શબ્દથી સામાન્ય ઉપયોગરૂપ દર્શનના ચક્ષુદર્શન આદિ ભેદો ગ્રહણ કરવાના નથી, પણ રત્નત્રયી પૈકીનું ‘સમ્યગ્દર્શન ગ્રહણ કરવાનું છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્રકારે તેની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, ‘તત્ત્વભૂત પદાર્થોનું યથાર્થરૂપથી શ્રદ્ધાનું કે રુચિ તે સમ્યગ્દર્શન કે જેસ્વાભાવિકપણે અથવા અધિગમથી પ્રાપ્ત થાય છે.
—
આ દર્શનના નિઃશંકિત, નિષ્કાંક્ષિત આદિ આઠ ભેદો હવે પછીની ગાથા ત્રણમાં વર્ણવાયેલ છે.
-
આગમોમાં ‘દર્શન’ શબ્દ જુદા જુદા અર્થોમાં જોવા મળે છે. તો પણ દર્શનાચાર સ્વરૂપે જ્યાં દર્શન ઉલ્લેખ છે. ત્યાં તો સમ્યકત્વ કે સમ્યક્ દર્શન અર્થ જ કરાયો છે જેનો ઉલ્લેખ ‘આવશ્યક’, ‘દશવૈકાલિક', ‘ઓઘનિયુક્તિ', ‘સ્થાનાંગ’, ‘ભગવતી', ‘જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ' આદિ અનેક આગમોમાં થયેલો છે.
चरणमि ચારિત્રને વિશે, ચારિત્રની બાબતમાં.
ઘરળ - (ચારિત્ર) શબ્દનો સંબંધ ‘ઝાયારો’ સાથે જોડવાનો છે. કેમકે ‘ચારિત્રાચાર' અર્થમાં જ આ સૂત્રમાં આગળ આઠ આચારોનું વર્ણન કરાયેલ છે. ઘરળ શબ્દથી અહીં ‘ચારિત્ર’ અર્થનું ગ્રહણ કરાયેલ છે.
‘ચરિત્ર' એ જ ‘ચારિત્ર' વર્ ધાતુ સાથે ત્રૂ પ્રત્યય લાગીને ‘ચરિત્ર' શબ્દ બને છે. તેનો સામાન્ય અર્થ આચરણ, ચાલચલગત કે વર્તન થાય છે, અહીં તે સંયમ કે વિરતિના અર્થમાં કહેલ છે.
– ચારિત્ર શબ્દ શ્રમણ માટે સર્વ વિરતિરૂપ ચારિત્રના અર્થમાં અને શ્રાવકને માટે ‘દેશવિરતિ ચારિત્ર'ના અર્થમાં જાણવો.
‘ચરણ’ શબ્દના આગમીક અર્થો
સમવાયાંગ ચારિત્ર એટલે વ્રતશ્રમણધર્મ સંયમ આદિ અનેકવિધ. ચારિત્ર એટલે મહાવ્રત આદિ.
નાયાધમ્મ
ભગવતી - ચારિત્ર એટલે વ્રત અને શ્રમણધર્માદિ. દશવૈકાલિક, ચારિત્ર, સમગ્રવિરતિરૂપ અર્થમાં છે. વિશેષાવશ્યક - મુમુક્ષુઓ દ્વારા જેનું સેવન થાય તે ચારિત્ર.
૦ પ્રથમ ત્રણ આચારમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ આચાર લીધા જેને માટે આવશ્યક નિર્યુક્તિમાં ‘યંસળનાળત્તેિ’ શબ્દ વાપરી પછી તવઞયારે એમ કહ્યું છે. વંદિત્તુ સૂત્રમાં પણ બીજી ગાથામાં નાળે તહ વંસળે રસ્તે ૬ એ ત્રણ આચારોનો ઉલ્લેખ કરેલો જ છે.