________________
૨૪૮
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ નોંધી છે અને નિર્યુક્તિકાર મહર્ષિએ પણ નિર્યુક્તિ-૧૮૨માં જણાવેલ છે કે, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચારને ભાવાચાર જાણવા. આ ગાથાને આશ્રીને “નાસંમિ-દંસણૂમિ' ગાથાની યોજના થઈ હોય તેવું જણાય છે. આ ગાથાઓનું અવલંબન લઈને અતિચારોની વિચારણા થઈ શકે છે. કેમકે આ ગાથાઓમાં તો માત્ર આચારનું સ્વરૂપ છે. પણ તે પ્રમાણે આચરણા ન થાય કે દોષયુક્ત થાય ત્યારે તે અતિચાર લાગે છે તેમ ચિંતવના કરવાની રહે છે.
નામ - જ્ઞાનને વિશે, જ્ઞાનની બાબતમાં. – આ શબ્દનો સંબંધ ગાથામાં રહેલા ‘કાયા' સાથે જોડવાનો છે.
- જો કે દશવૈકાલિકની નિર્યુક્તિ-૧૮૨માં તો ‘સંસ’ શબ્દ જ પહેલા મૂકાયેલા છે. પણ અહીં “ના શબ્દ પહેલા હોવાથી નાનું નો અર્થ વિચારીએ
– જેના વડે કે જેનાથી (વનેન યમદ્િ વા) જણાય - બોધ થાય તે જ્ઞાન.
– વિશિષ્ટ અર્થમાં જેના વડે આત્મકલ્યાણનો માર્ગ સમજાય, મોક્ષ માર્ગના સાધનોનો બોધ થાય તે જ્ઞાન
– ઉપચારથી તેનું આયોજન કરનારી વાક્ય-રચના તથા તેના લિપિબદ્ધ વ્યવસ્થિત સંગ્રહને પણ “જ્ઞાન” કહેવામાં આવે છે.
– સાવરપ્રીપ માં કહ્યું છે કે, “જો કે જ્ઞાન એ મતિ, ચુત, અવધિ, મન:પર્યવ, કેવલ એ પાંચ ભેદે છે, તો પણ અહીં ‘ના’ શબ્દથી શ્રુતજ્ઞાનનું ગ્રહણ કરવું, કારણ કે કાલ', 'વિનય' આદિ જ્ઞાનાચારના આઠ ભેદો જે (બીજી ગાથામાં) કહેવાનાર છે, તેનો સંબંધ શ્રુતજ્ઞાનમાં જ સંભવે છે.
– અહીં નાખ' શબ્દથી “શ્રુતજ્ઞાન-દ્વાદશાંગી આદિ રૂપે' એમ સમજવો. – સ્થાનાંગ સૂત્રમાં પણ “' નો અર્થ “શ્રુતજ્ઞાન' એવો જ કર્યો છે.
- સ્થાનાંગ સૂત્ર - જે જણાય - બોધ થાય તે જ્ઞાન. તેના (જ્ઞાનના) આવરક કર્મનો ક્ષયોપશમ કે ક્ષય તે જ્ઞાન. જેના વડે જણાય તે જ્ઞાન. જેમાં જણાય તે જ્ઞાન અથવા આત્મા તેના આવરણના ક્ષય કે ક્ષયોપશમ પરિણામથી યુક્ત થઈને જાણે તે જ્ઞાન કે જે તે જ વિષયના ગ્રહણ રૂપે હોય છે.
– અનુયોગ દ્વારમાં પણ એ જ જણાવેલ છે કે, વસ્તુ જેના વડે, જેનાથી કે જેમાં જણાય તે જ્ઞાન સ્વવિષયને જાણે કે તેનો બોધ પામે તે જ્ઞાન અથવા જ્ઞાનાવરણ ક્ષયોપશમજન્ય જીવને થતો તત્ત્વભૂત બોધ એટલે જ્ઞાન.
– બૃહત્કલ્પ વૃત્તિ મુજબ - જ્ઞાન એટલે વિમર્શપૂર્વકનો બોધ.
– પ્રજ્ઞાપના વૃત્તિ - સામાન્ય અને વિશેષાત્મક વસ્તુમાં વિશેષ ગ્રહણાત્મક બોધ તે જ્ઞાન.
વંમિ - દર્શનને વિશે, દર્શનની બાબતમાં દશવૈકાલિક નિર્યુક્તિ-૧૮૨ની હારિભદ્રીય વૃત્તિમાં જણાવે છે કે,
(૧) “આયારો' શબ્દ જોડીને દર્શન શબ્દ લેવો અર્થાત્ દર્શનાચાર' એ પ્રમાણે આખો શબ્દ સમજવો.