________________
૮૮
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨ સ્તોત્ર વર્તમાનકાળે પણ નજરે ચડે છે. સત્તાવીશ ગાથાવાળું ઉવસગ્ગહરં સ્તોત્ર પણ શ્રી ધીરજલાલ ટોકરથી એ તેના પુસ્તકમાં મુદ્રિત કરાવેલું છે. એ રીતે ગાથા સંખ્યાના ભેદથી આ સ્તોત્ર જોવા મળતું હોવા છતાં મૂળભૂતપણે પાંચ ગાથાનું
સ્તોત્ર વર્તમાનમાં સ્વીકૃત થયેલું છે, સ્વાધ્યાયરૂપે ક્રિયારૂપે, મહામાંગલિકરૂપે આ પાંચ ગાથાનું સ્તોત્ર જ બોલાય છે.
સૂત્ર-નોંધ :– આ સૂત્ર આવશ્યક સૂત્ર સહિતના કોઈ આગમમાં નથી તે સ્પષ્ટ છે.
- ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીની રચના હોવા વિશે પૂર્વે ઉલ્લેખ કર્યો જ છે. છતાં તે વિશેના મતભેદ જોતા બહુશ્રતો જ પ્રકાશ પાડી શકે.
- આ સૂત્ર પ્રાકૃત ભાષામાં રચાયેલું છે. જે અર્ધમાગધી ભાષામાં છે. તો પણ કોઈ વિદ્વાનું તેને જૈન મહારાષ્ટ્રી (પ્રાકૃત)માં પણ જણાવે છે.
– આ સૂત્રની પાંચ ગાથા, ૨૧ ગુર વર્ણ, ૧૬૪ લઘુવર્ણ અને સર્વે મળીને ૧૮૫ વર્ણોની સૂત્ર રચના છે.
– આ સૂત્ર (સ્તોત્ર) મંત્રગર્ભિત હોવાથી તેના ઉચ્ચારણોમાં સંપૂર્ણ શુદ્ધિ જળવાઈ રહે તેનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. વળી તેની પ્રત્યેક ગાથામાં જોડાક્ષરો હોવાથી ઉચારમાં જોડાક્ષર છૂટી ન જાય તે બાબત લક્ષ્ય આપવું વિશેષ આવશ્યક બને છે.
—-X—
—
—–