________________
જય વીયરાય સૂત્ર
સૂત્ર-૧૮)
જય વીયરાય સત્ર
પ્રણિધાન સૂત્ર
| સૂત્ર-વિષય :- આ સૂત્રમાં વીતરાગ પરમાત્મા પાસે ભવનિર્વેદ, માર્ગાનુસારિતા આદિ ઉત્તમ ગુણોની માંગણી કરવામાં આવી છે, તેમજ દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય આદિ માટે પ્રાર્થના કરાયેલ છે.
સૂત્ર-મૂળ :જય વીયરાય ! જગ ગુર !, હોઉ મમં તુહ પભાવઓ ભયનં ; ભવ-નિવ્વઓ મમ્મા-મુસારિઆ ઇઠ ફલ સિદ્ધિ. લોગ-વિરુદ્ધ-ચ્ચાઓ, ગુરજણ-પૂઆ-પત્થકરણ ચ; સુહગુરજોગો તÖયણ - સેવણા આભવમખંડા. વારિજ્જઈ જઈ વિ નિયાણ-બંધણ વીયરાય ! તુહ સમએ; તહ વિ મમ હુ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. (૩) દુકખકુખઓ કમ્મકુખઓ, સમાહિ-મરણં ચ બોલિ-લાભો અ; સંપwઉ મહ એએ, તુહ નાહ ! પણામ કરણેણં સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે પ્રધાન સર્વ ધર્માણ, જૈન જયતિ શાસનમ્
(૫) સૂત્ર-અર્થ :
હે વીતરાગ ! હે જગતના ગુરુ ! જય પામો, હે ભગવંત! આપના પ્રભાવથી મને (૧) સંસારથી નિર્વેદ (કંટાળો કે વૈરાગ્ય), (૨) માર્થાનુસારીપણું અને (૩) ઇષ્ટ ફળની સિદ્ધિ પ્રાપ્ત થાઓ. (-તથા-)
-(૧) (૪) લોકથી વિરુદ્ધ (આચરણ)નો ત્યાગ, (૫) ગુરુજનની પૂજા (આદર), (૬) પરોપકાર કરણ, (૭) સદ્ગુરુનો યોગ અને (૮) તેમનાં વચનોની સેવા, જ્યાં સુધી હું આ સંસારમાં રહું ત્યાં સુધી અખંડપણે પ્રાપ્ત થાઓ. (૨)
હે વીતરાગ ! આપના પ્રવચનમાં (શાસ્ત્રમાં) જો કે નિયાણું બાંધવાની મનાઈ ફરમાવાઈ છે, તો પણ આપનાં ચરણોની સેવા મને ભવોભવ પ્રાપ્ત થજો (તેવી મારી અભિલાષા છે.)
-(૩) હે નાથ ! આપને પ્રણામ કરવાથી દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિ મરણ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ મને થાઓ.
સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ, સર્વ ધર્મોમાં પ્રધાનભૂત
-(૪)