________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
એવું જૈનશાસન જયવંતુ વર્તે છે.
i શબ્દજ્ઞાન :જય - જય પામો,
વિયરાય - હે વીતરાગ ! જગ ગુરુ - હે જગદ્ ગુરુ ! હોઉ - હોજો, થાઓ મમં - મને
તુહ - તમારા, આપના પભાવઓ - પ્રભાવથી
ભયd - હે ભગવન્! ભવનિÒઓ - ભવનિર્વેદ મમ્માણસારિઆ - માર્ગાનુસારિતા ઇટુઠફલસિદ્ધિ - ઇષ્ટ ફળની સિદ્ધિ લોગવિરુદ્ધચ્ચાઓ - લોકવિરુદ્ધ-ત્યાગ ગુરજણપુઆ - ગુરુજનની પૂજા પરત્થરણું – પરોપકાર કરણ સુહગુર જોગો - સદ્ગનો યોગ તÖયણ - તેમના વચનની સેવણા - સેવા, આચરણ આભd - સંસારમાં રહું ત્યાં સુધી અખંડા - અખંડિતપણે
વારિઈ - નિવારે છે, નિષેધ છે જઈ વિ - જો કે, યદ્યપિ નિયાણ - નિદાન, નિયાણું બંધણું - બંધન, બાંધવું તે સમએ - શાસ્ત્રમાં, આગમમાં તહ વિ - તથાપિ, તો પણ મમ હુજ્જ - મને હોજો સેવા - સેવા, ઉપાસના
ભવભવે - ભવોભવને વિશે તુમ્હ - તમારા, આપના
ચલણાણ - ચરણોની દુકુખખઓ - દુઃખનો ક્ષય કમ્મકુખઓ - કર્મનો ક્ષય સમાધિમરણ - સમાધિમરણ ચ - અને બોડિલાભો - બોધિનો લાભ અ - અને સંપwઉ - પ્રાપ્ત થાઓ
મહ, એએ - મને, એ નાહ - હે નાથ !
પણામ - પ્રણામ, નમસ્કાર કરણેણં - કરવાથી
સર્વમંગલ - સર્વ મંગલોમાં માંગલ્ય - મંગળરૂપ
સર્વકલ્યાણ - બધાં કલ્યાણનું કારણે - કારણ, કારણભૂત પ્રધાન - પ્રધાન, મુખ્ય સર્વધર્માણાં - સર્વ ધર્મોમાં જૈન - જૈન, જિનોનું જયતિ - જય પામે છે
શાસનમ્ - શાસન, પ્રવચન વિવેચન :- “જયવીયરાય' એવા આદ્ય અક્ષરોને કારણે આ નામથી પ્રસિદ્ધ અને પ્રણિધાન હોવાથી પ્રણિધાનસૂત્ર' કહેવાતા આ સૂત્રમાં ભગવંત પ્રત્યે વિવિધ પ્રાર્થનાઓ કરાયેલ હોવાથી પ્રાર્થના સૂત્ર' નામે પણ ઓળખાતા આ સૂત્રનું વિવેચન લલિતવિસ્તરા વૃત્તિ, પંચાશક વૃત્તિ, યોગશાસ્ત્ર વૃત્તિ, ધર્મસંગ્રહ, ષડાવશ્યક બાલાવબોધ તથા તેના કોઈ કોઈ શબ્દોની આગમિક વ્યાખ્યાનુસાર આ પ્રમાણે છે–
૦ પ્રણિધાન – પ્રણિધાન, અંતઃકરણની વિશુદ્ધ ભાવના. - મનની વિશિષ્ટ એકાગ્રતા, પ્રશસ્ત અવધાન કે દૃઢ અધ્યવસાયોને