________________
નાસંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન
૩૦૯
– મા + યુન્ - સારી રીતે જોડાવું, તેના પરથી શબ્દ બન્યો સાધુ: સારી રીતે જોડાયેલો, બરાબર સાવધાન થઈને પ્રવૃત્તિ કરનારો.
• ગુન ગાથામ - શક્તિ પ્રમાણે જોડે છે. – ગુંગડું - જોડે છે, કરે છે, પ્રવર્તે છે. – નાથામં - શક્તિ પ્રમાણે, સામર્થ્ય પ્રમાણે, બળ પ્રમાણે. – યથા + સ્થામ - “પથા' એટલે જેવું. “થામ' એટલે સામર્થ્ય, બળ, • નાથવ્યો વરિલાયા - વીર્યાચાર જાણવો. -૦- સમગ્ર ગાથાનો સાર :દશવૈકાલિક નિર્યુક્તિ વૃત્તિમાં જણાવ્યા અનુસાર –
– ઉપર ગાથા ૨ થી ૭માં જણાવેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપના છત્રીશ. આચારોને વિશે. (જ્ઞાનના આઠ આચાર, દર્શનના આઠ આચાર, ચારિત્રના આઠ આચાર અને તપના બાર આચાર એ સર્વે મળીને કુલ છત્રીશ આચાર)
– જે બાહ્ય અને અત્યંતર સામર્થ્યને ગોપવિતા-છુપાવતા નથી. (તેમજ). – પણ (જ્ઞાનાદિ આચારના વિષયમાં) પરાક્રમ કરે છે. – તેના પાલનમાં યથાશક્તિ પોતાના આત્માને જોડે છે. – તેવા આચારવાનો આચાર વીર્યાચાર જાણવો. આ રીતે વીર્યાચાર એટલે – (૧) બળ તથા વીર્યને છૂપાવ્યા વિના, (૨) શાસ્ત્રાજ્ઞા મુજબ - શાસ્ત્રમાં કહ્યા અનુસાર, (૩) જ્ઞાનાદિ આચારોમાં સાવધાન થઈને ઉદ્યમ કરે અને (૪) શક્તિ મુજબ પ્રવૃત્તિ કરે તેનો આચાર (તે વીર્યાચાર).
આ પ્રમાણે આચારનું સ્વરૂપ જણાવ્યું. આ પાંચે આચારોમાં જે કંઈ સ્મલના કે દોષ થાય તેને અતિચાર રૂપે ચિંતવવા જોઈએ.
n વિશેષ કથન :
અતિ વિસ્તૃતપણે “નાસંમિદંસણંમિ” સૂત્રનું વિવેચન કરવા છતાં આ સૂત્રનું સંકલિત સ્વરૂપ, પ્રતિક્રમણ સૂત્રમાં તેનો ઉપયોગ, અતિચાર ચિંતવના કઈ રીતે ? ઇત્યાદિ બાબતોને જણાવવા અહીં વિશેષ કથન કરાય છે.
૦ પંચાચાર (સૂત્રોનું સંકલિત સ્વરૂપ – – આ સૂત્રમાં આઠ ગાથાઓ છે. જેનું સંકલન નિર્યુક્તિ ગાથામાંથી થયું છે. - સૂત્રની પહેલી ગાથા પાંચ પ્રકારના આચારનો નામોલ્લેખ કરે છે. – બીજી ગાથા દ્વારા સૂત્રકાર જ્ઞાનના આઠ પ્રકારના આચારને જણાવે છે. – ત્રીજી ગાથા દ્વારા સૂત્રમાં દર્શનના આઠ પ્રકારના આચારને કહ્યો છે. – ચોથી ગાથા દ્વારા અહીં ચારિત્રનો આઠ ભેદે આચાર દર્શાવેલ છે. - પાંચમી ગાથામાં તપાચારનું સ્વરૂપ નોંધી, તેના મુખ્ય બે ભેદો કહ્યા છે. - છઠી ગાથામાં બાહ્ય તપના છ ભેદોને જણાવેલા છે.