________________
૨૪૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ષડાવશ્યક ક્રિયારૂપ પ્રતિક્રમણમાં પણ આવો વિધિ આવે જ છે ને ? જેમકે પ્રથમ અતિચાર આલોચના કરાય છે. પછી વિશેષ રૂપે પ્રતિક્રમણ કરવા માટે વંદિતુ સૂત્ર (કે અતિચાર આદિ) બોલાય છે. છતાં કંઈક શુદ્ધિ બાકી રહી હોય તો કાયોત્સર્ગ દ્વારા તેની શુદ્ધિ કરવામાં આવે છે.
દૈનિક ક્રિયામાં આ સૂત્રનો ઉપયોગ :(૧) દેવસિક પ્રતિક્રમણમાં બે વખત આ સૂત્ર બોલાય છે – પ્રતિક્રમણ સ્થાપના બાદ (પંચાચાર) અતિચારની આઠ ગાથાના કાયોત્સર્ગ પૂર્વે અને આયરિય ઉવઝાએ' સૂત્ર બાદ ચારિત્ર, દર્શન, જ્ઞાનના કાયોત્સર્ગ પૂર્વે.
(૨) રાત્રિક પ્રતિક્રમણમાં પણ બે વખત બોલાય છે – રાઈ પ્રતિક્રમણની સ્થાપના પછી અને જ્ઞાન, દર્શન, ચારિત્રના કાયોત્સર્ગ પહેલા. બીજી વખત ‘આયરિય ઉવઝાએ' સૂત્ર પછી અને તપ ચિંતવાણી કાયોત્સર્ગ પહેલા.
(૩) પાક્ષિક (આદિ) પ્રતિક્રમણમાં બાર (વીશ કે ચાલીશ) લોગસ્સનો કાયોત્સર્ગ કરતા પહેલા આ સૂત્ર બોલાય છે.
આ સૂત્રનું મહત્ત્વ :ચારિત્રને નિર્મળ બનાવવા જ્ઞાનની અને દર્શન (શ્રદ્ધા)ની આવશ્યકતા છે. આ ત્રણેની શુદ્ધિ માટે આત્મશોધન - આત્મગુણશોધન કે આત્મસ્વરૂપ શોધન જરૂરી છે. સામાન્ય ભાષામાં કહીએ તો આત્મા જે દોષો કે સ્કૂલના કે અતિચારોને લીધે મલિન બને છે. તેને દૂર કરવા કે તેનાથી બચવાની પ્રવૃત્તિ તે આત્મશુદ્ધિની ક્રિયા છે.
આત્માની આ વિશુદ્ધિ આલોચના - પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ આદિ પ્રાયશ્ચિત્તોથી થાય છે. આ સૂત્ર કાયોત્સર્ગ પૂર્વે અતિચારના કથન અને ચિંતવના દ્વારા કાયોત્સર્ગમાં સ્થિર થતા પહેલા આત્મશુદ્ધિ માટેની ભૂમિકારૂપ સૂત્ર છે. તે માટે સૂત્રકારે પ્રથમ “ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ" શબ્દોથી ઇચ્છા નિવેદન દર્શાવ્યું છે. પછી અતિચારના કારણરૂપ સાધનોનો નિર્દેશ કર્યો છે. તેના પ્રકારો જણાવ્યા છે, વિષય નિર્દેશ કર્યો છે અને છેવટે તે ભૂલોની કબૂલાત કરી માફી માંગેલ છે.
i સૂત્ર-નોંધ :
૦ આધાર સ્થાન :- આવશ્યક સૂત્ર આગમમાં કાયોત્સર્ગ નામના પાંચમાં અધ્યયનનું સૂત્ર-૩૮ એ આ સૂત્રનું આધાર સ્થાન છે. આવશ્યક આગમમાં આ સૂત્ર શ્રમણોના વિષયમાં છે. અહીં આ સૂત્રની યોજના શ્રાવકોને આશ્રીને છે.
૦ આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે.
૦ ઉચ્ચારોની દષ્ટિએ આ સૂત્રમાં ઘણાં જ જોડાક્ષરો છે. તેથી ઉચ્ચારણમાં અડધા અક્ષર કયારેક છૂટી જતાં જોવા મળે છે જેમકે “ઉસ્મત્તો', “ઉમ્મગ્ગો', “અકરણિજ્જો', ‘અણિચ્છિઅબ્બો', ‘તિષ્ઠ-ચઉર્ડ” આદિ.
—X——
——