________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન
વિરાધના થઈ તે સર્વે વિષયક મારું સર્વ પાપ મિથ્યા થાઓ. तस्स मिच्छामि दुक्कडं વિં'' માં કરાયેલ છે ત્યાંથી જોવું.
૦ ‘મિચ્છા મિ દુક્કડં’ શબ્દ પ્રયોગ સૂત્ર-૧૦ ‘સામાઇય વયજુત્તો’માં પણ બે વખત થયેલો છે. સૂત્ર-૨૬ ‘દેવસિઅ પડિક્કમણે ઠાઉં' સૂત્રમાં પણ થયો છે. – વિશેષ કથન :
-
૨૪૩
આ પદોનું વિસ્તૃત વિવેચન સૂત્ર-૫ “રિયા
આરંભે જણાવ્યા મુજબ આ સૂત્ર ત્રણ અલગ-અલગ રીતે ક્રિયામાં બોલાય છે - ચિંતવાય છે.
(૧) ઇચ્છામિ ઠામિ (કે ‘ઠાઇઉં') શબ્દોથી - કાયોત્સર્ગ પૂર્વે (૨) ઇચ્છામિ પડિક્કમિઉં શબ્દોથી - પ્રતિક્રમણ પૂર્વે
(૩) ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ - અતિચાર આલોચના સ્વરૂપે. આ ત્રણેમાં અતિચારોનું સંક્ષિપ્તમાં કથન જ છે. પણ જ્યારે તે કાયોત્સર્ગ પૂર્વે બોલાય છે, ત્યારે કઈ રીતે બોલાય તે આ સૂત્રમાં નોંધ્યુ છે. અતિચાર આલોચના સ્વરૂપે બોલાય છે ત્યારે કઈ રીતે બોલાય તે સૂત્ર-૩૦માં જણાવેલ છે, પ્રતિક્રમવાના સંદર્ભમાં કઈ રીતે બોલાય તે સૂત્ર-૩૪માં જણાવેલ છે.
એક જ સૂત્ર હોવા છાતં ત્રણ ભિન્ન પ્રકારે કથન પણ હેતુપૂર્વક જ છે. (૧) કાયોત્સર્ગ પૂર્વે બોલાય ત્યારે “ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ'' આદેશ માંગીને બોલાય છે કેમકે ત્યાં કાયોત્સર્ગ કરતા પહેલા સંક્ષેપમાં અતિચાર કથન દ્વારા શુદ્ધિ કરાય છે. વિશેષ શુદ્ધિ કાયોત્સર્ગ દ્વારા કરવાની છે. માટે કાયોત્સર્ગમાં સ્થિર થવાની કે રહેવાની આજ્ઞાપૂર્વક શુદ્ધિ અર્થે અતિચાર કથન છે.
(૨) જ્યારે પ્રતિક્રમણ પૂર્વે બોલાય ત્યારે તે વંદિત્તુસૂત્ર અને પક્ષ્મિસૂત્ર પૂર્વે બોલાય છે. અહીં ‘‘ઇચ્છામિ પડિક્કમિઉં'' શબ્દથી ‘ઇચ્છાનિવેદન'' કરવામાં આવે છે. ત્યાં પ્રતિક્રમણ કરવાના હેતુથી પહેલા સંક્ષિપ્તમાં અતિચાર કથન દ્વારા લઘુપ્રતિક્રમણ થાય છે. (જેમ ‘ઇરિયાવહિય’એ લઘુ પ્રતિક્રમણ છે તે રીતે) પછી વિસ્તારથી વંદિત્તુસૂત્ર (કે પòિસૂત્ર) બોલીને પ્રતિક્રમણ કરાય છે.
(૩) જ્યારે તે અતિચાર આલોચના સ્વરૂપે બોલાય છે ત્યારે ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅં આલોઉં ?'' એમ આજ્ઞા માંગીને અતિચાર આલોચના કરાય છે. ત્યાં માત્ર નિવેદન સ્વરૂપે છે.
આ વાતની પ્રતીતિ માટે દશ પ્રકારના પ્રાયશ્ચિત્તને વિચારશો તો તેમાં ત્રણ પ્રાયશ્ચિત્ત છે (૧) આલોચના (૨) પ્રતિક્રમણ (૩) કાયોત્સર્ગ.
(૧) જેમાં આલોચના (પ્રગટ કથન)થી પ્રાયશ્ચિત્ત કરણ થાય. (૨) જે માટે પ્રતિક્રમણ સ્વરૂપે પ્રાયશ્ચિત્ત આવશ્યક બને. (૩) જે પ્રાયશ્ચિત્ત કાયોત્સર્ગ દ્વારા સિદ્ધ થાય.
એ રીતે અહીં આ સૂત્ર પણ જે ત્રણ ભિન્ન શબ્દોથી આરંભ કરીને બોલાય છે, તે આલોચના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ ભેદ રૂપ જ સમજવું.