________________
૨૪૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. (3) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. (૪) પરદા રાગમન વિરમણવ્રત કે સ્વદારા સંતોષ વ્રત. (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ કે પરિગ્રહ પરિમાણ વ્રત.
આ પાંચ વ્રતોની વિશેષ સમજ હવે પછીના સૂત્ર-૩૫ વંદિત્તસૂત્રમાં વિસ્તારથી અપાયેલી છે. અણુવ્રત સંબંધી વ્યાખ્યા પણ વંદિત્તસૂત્રની ગાથા-૮માં આવશે. તેમજ આ અણુવ્રતોના નામ, તેનું સ્વરૂપ, તેમાં લાગતા અતિચારો પણ ત્યાં ગાથા-૯ થી ૧૮માં આપેલા છે. તેથી વિવેચન માટે સૂત્ર-૩૫ જોવું.
• તિરૂં મુખāથા - ત્રણ ગુણવ્રતોનું – શ્રાવકના બાર વ્રતોમાં ત્રણ વ્રતોને ગુણવતો કહ્યા છે તે આ પ્રમાણે(૧) દિક્ પરિમાણ વ્રત (૨) ભોગોપભોગ કે ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત (૩) અનર્થદંડ વિરમણ વ્રત
આ ત્રણે ગુણવ્રતોની વિશેષ સમજ હવે પછીના સૂત્ર-૩૫ વંદિત્તસૂત્ર'માં વિસ્તારથી અપાયેલી છે. ગુણવ્રત સંબંધી વ્યાખ્યા પણ ત્યાંજ કરેલી છે. આ ગુણવ્રતોના નામ, તેનું સ્વરૂપ અને તેમાં લાગતા અતિચારો વંદિત્તસૂત્ર ગાથા-૧૯ થી ૨૬માંવિસ્તારથી આવશે. તેથી વિવેચન માટે જુઓ સૂત્ર-૩૫ “વંદિત્ત' સૂત્ર.
• સિવાવથી - ચાર શિક્ષાવ્રતોનું શ્રાવકના બાર વ્રતોમાં ચાર વ્રતોને શિક્ષાવ્રતો કહ્યા છે તે આ પ્રમાણે(૧) સામાયિક વ્રત
(૨) દશાવકાશિક વ્રત (૩) પૌષધોપવાસ વ્રત
(૪) અતિથિસંવિભાગ વ્રત આ ચારે વ્રતોની વિશેષ સમજ હવે પછીના સૂત્ર-૩૫ વંદિત્ત સૂત્ર'માં વિસ્તારથી અપાયેલી છે. શિક્ષાવ્રત સંબંધી વ્યાખ્યા પણ ત્યાંજ કરેલી છે. આ શિક્ષાવ્રતોના નામ, તેનું સ્વરૂપ, તેમાં લાગતા અતિચારો ‘વંદિત્ત સૂત્ર' ગાથા-૨૭થી ૩૨માં જોવા. ત્યાં વિસ્તૃત વિવેચન છે.
• વારસવિહસ સાવધHસ - બાર પ્રકારના શ્રાવકધર્મનું.
– પૂર્વે ત્રણ પદો મૂક્યા - પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો, ચાર શિક્ષાવ્રતો. આ ત્રણે મળીને શ્રાવકધર્મ અર્થાત્ દેશવિરતિધર્મના બાર ભેદો થયા. આ બાર ભેદ સ્વરૂપ જે શ્રાવકધર્મ-તે શ્રાવક ધર્મનું.
ઘંડિ વિરાદિ - જે કંઈ ખંડિત કે વિરાધિત કર્યું હોય૦ ર્વાદશં - ખંડિત કરવું અર્થાત્ અમુક અંશે ભંગ કર્યો કે થયો હોય.
૦ વિરદિગં - વિરાધ્યું હોય અર્થાત્ સર્વ અંશે કે મહઅંશે ખંડિત થયું હોય તેને વિરાધિત કહ્યું છે.
• તરસ મિચ્છા મિ દુદાટ - તે સંબંધી મારુ દુષ્કૃત્ મિથ્યા થાઓ. - ઉપર જે કંઈ અતિચારોનું વર્ણન કર્યું, વ્રતસંબંધી જે કંઈ ખંડણા કે