________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન
૨૪૧
*
• સામારૂપ - સામાયિકના સંબંધમાં.
– અહીં સામાયિક શબ્દથી સામાયિકના બે ભેદોનું ગ્રહણ કરવાનું આવશ્યક વૃત્તિ તથા યોગશાસ્ત્રાદિમાં જણાવે છે – (૧) સમ્યકત્વ સામાયિક, (૨) દેશવિરતિ સામાયિક.
પૂર્વે “નાણે, દંસણ, ચરિત્તાચરિતે એ ત્રણ વિષયો જણાવ્યા. જેમાં “નાણે’ શબ્દનો વિસ્તાર ‘સુપ' માં જણાવી દીધો. “દંસણ' શબ્દનું સ્વરૂપ વિશેષથી જણાવવા ‘સમ્યકત્વ સામાયિક' લીધું અને ચરિત્તાચરિતે' શબ્દનું સ્વરૂપ વિશેષથી જણાવવા ‘દેશવિરતિ સામાયિક' લીધું.
સમ્યકત્વ સામાયિકથી શંકા, કાંક્ષા, વિચિકિત્સા આદિ આઠ અતિચારો જાણવા. જેનું સ્વરૂપ હવે પછીના સૂત્ર-૨૮ “નાણંમિ દંસણૂમિ'માં વિસ્તારથી વર્ણવેલ છે. આ જ બાબત સૂત્ર-૩૫ વંદિત્તસૂત્ર'માં ગાથા-૬માં અને પાક્ષિક અતિચારમાં પણ આવે જ છે.
દેશવિરતિ સામાયિકથી જે અતિચારોને જણાવવા છે, તે સૂત્રકારે આ સૂત્રમાં જ આગળ જણાવેલા છે. (અહીંથી આવશ્યક સૂત્ર આગમ અને અહીં નોંધાયેલ સૂત્રમાં ભેદ શરૂ થાય છે, કેમકે અહીં શ્રાવકને આશ્રીને અતિચારોનું વર્ણન છે જ્યારે ભાવરૂદ્ધ સૂત્રમાં સાધુને આશીને વર્ણન છે. તેથી આરંભના બે પદો પછી બંને સ્થાને બાકીના પદો બદલાઈ જાય છે.)
• તિખું કુત્તા - ત્રણ ગુતિઓનું.
– મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગતિ એ ત્રણ પ્રકારની ગુપ્તિઓના વિષયમાં જે કોઈ ખંડણા કે વિરાધના કરવા રૂ૫ અતિચારનું સેવન કર્યું હોય.
– મન, વચનગુપ્તિ, કાયાના યોગોને ગોપવવા રૂ૫ ત્રણ ગુણિને અંગે શ્રદ્ધાદિ નહીં કરવાથી કે વિપરિત પ્રરૂપણા કરવાથી કરેલી ખંડના અને વિરાધનારૂપ જે કંઈ અતિચાર થયા હોય તે.
૦ “ત્રણ ગુપ્તિના સ્વરૂપનું વિવરણ સૂત્ર-૨ “પંચિંદિય'માં જોવું. ૦ ૩પ વસાયા - ચાર કષાયો વડે. -- ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયો વડે. (થયેલ અતિચાર)
– ક્રોધ, માન, માયા, લોભ એ ચાર અપ્રશસ્ત કષાયો કરવાનો શ્રાવકને નિષેધ છે, તે કષાયો કરવાથી, આ કષાયોના સ્વરૂપમાં શ્રદ્ધા નહીં કરવાથી કે તે કષાયો અંગે વિપરીત પ્રરૂપણા કરવાથી લાગેલા અતિચાર.
૦ હવે દેશવિરતિ ચારિત્રરૂપ શ્રાવકના બાર વ્રતોને જણાવતા તેના મુખ્ય ત્રણ ભેદોના નામ પૂર્વક બાર વ્રતોને જણાવે છે–
• પંડ્યું જુબૈયા - પાંચ અણુવ્રતોનું
જે રીતે સાધુને મહાવત હોય છે, તે રીતે શ્રાવકોને અણુવતો હોય છે. જેની સંખ્યા પાંચની છે. તે આ પ્રમાણે
(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત.
2|16)