________________
૨૪૦
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૨
છે. જ્યારે અહીં શ્રાવકને આશ્રીને આ સૂત્ર હોવાથી રત્તાત્ત શબ્દ મૂકાયેલ છે. કેમકે સ્થૂલ સાવદ્યયોગની જેટલા અંશે નિવૃત્તિ તેટલું ચારિત્ર અને જેટલા અંશે અભાવ, તેટલું અચારિત્ર. શ્રાવકનું ચારિત્ર આવા પ્રકારનું હોવાથી તે ચારિત્રાચારિત્ર' કહેવાય છે. તેનો પર્યાયવાચી શબ્દ ‘દેશવિરતિ' છે.
- સાધુના વ્રતો મહાવ્રતો કહેવાય છે. કેમકે તેમાં સર્વથા વિરમણ હોય છે, તેથી તે “સર્વવિરતિ' કહેવાય છે, તેથી તેમના માટેના સૂત્રમાં સ્વત્તિ' શબ્દ મૂકાયો તે યોગ્ય જ છે. જ્યારે શ્રાવકના વ્રતો અણુવતો કહેવાય છે. કેમકે તેમાં સ્થૂળ વિરમણ હોય છે. તેથી તે દેશવિરતિ' કહેવાય છે. તેઓ અમુક અંશે ચારિત્રયુક્ત અને અમુક અંશે ચારિત્રરહિત હોવાથી તેમના માટે “ચારિત્રાચારિત્ર' શબ્દ વપરાયો છે.
– “ચારિત્રાચારિત્ર' શબ્દનું વિશેષ સ્વરૂપ આ સૂત્રમાં જ આગળ “સામાજી' શબ્દથી દર્શાવાયેલ છે.
૦ હવે તે જ્ઞાનાદિ વિષયક અતિચારોને – જુદા જુદા દર્શાવવા અથવા તેના સ્વરૂપને વિશેષ સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર આગળ જણાવે છે–
૦ સુ - શ્રુતના સંબંધમાં, શ્રતના વિષયમાં. – પૂર્વે ના શબ્દ મૂક્યો તેના અનુસંધાને આ “શ્રત” શબ્દ છે.
– આવશ્યક સૂત્ર-૧૫ વૃત્તિ તથા યોગશાસ્ત્રાદિ ગ્રંથોમાં તેને સ્પષ્ટ કરતા જણાવે છે કે, મૃતનું ગ્રહણ કરતા ઉપલક્ષણથી મતિ-મૃત આદિ પાંચ જ્ઞાનોને ગ્રહણ કરવા. આ પાંચે જ્ઞાનના વિષયમાં ઉત્સુત્ર પ્રરૂપણા કે વિપરિત પ્રરૂપણા કરવાથી જે સ્કૂલના થઈ હોય તે.
– આ અતિચારનું સ્વરૂપ સંક્ષેપમાં સૂત્ર-૨૮ “નાસંમિ દંસણૂમિ'માં છે અને વિસ્તારથી મોટા અતિચારમાં પણ આવે છે. જેમકે જાતે - કાળે. અમુક શાસ્ત્ર અમુક સમયે ભણવું અને અમુક સમયે ન ભણવું એવા વિધિ નિષેધના નિયમોને અનુસરીને શ્રત-ગ્રહણની જે પ્રવૃત્તિ થાય, તેને કાલોચિત સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય ન કરે તો પણ અતિચાર અને અસ્વાધ્યાય કાળે સ્વાધ્યાય કરે તો પણ અતિચાર.
આવા આઠ ભેદો છે. જે સ્ત્ર-૨૮ “નાસંમિ." સૂત્રથી જાણવા. ૦ લઘુ દૃષ્ટાંત :ઉપદેશ પ્રાસાદ ગ્રંથના ૨૫૭માં વ્યાખ્યાનમાં એક દૃષ્ટાંત જણાવેલ છે –
કોઈ એક સાધુ સંધ્યાકાળ વીત્યા પછી કાલિક શ્રતનો સમય પણ વીતી ગયા છતાં તેનો કાળ નહીં જાણવાથી તેનું પરાવર્તન કરતા હતા. તે જોઈને કોઈ સમ્યક્ દૃષ્ટિ દેવે વિચાર્યું કે, હું આ સાધુ મહારાજને સમજાવું જેથી મિથ્યાષ્ટિ દેવ તેમને પરેશાન ન કરે. એમ વિચારી તેણે મહિયારીનું રૂપ લઈ ત્યાંથી વારંવાર “છાશ લ્યો છાશ" એમ બોલતા આવ-જા શરૂ કરી, સાધુને કાળવેળાનું ભાન કરાવી પ્રતિબોધ કર્યા કે કાળે જ સ્વાધ્યાય કરવો ઉચિત છે, અકાળે સ્વાધ્યાય કરવો નહીં.