________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન
શ્રાવક શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧૦ ‘સામાઇય વયજુત્તો'માં જોવી. - શ્રાવકને ઉચિત હોય તેને ‘શ્રાવકપ્રાયોગ્ય' કહેવાય.
-
-
– તેનાથી જે વિરુદ્ધ હોય તેને અશ્રાવક પ્રાયોગ્ય કહ્યું છે. કેમકે જે કર્તવ્ય શ્રાવકને કરવું ઉચિત નથી, તેવું જે કંઈ થયું હોય તે ‘અશ્રાવકપ્રાયોગ્ય' અર્થાત્ શ્રાવકને માટે અઘટિત જાણવું.
૦ આ પ્રમાણે અતિચારોનું સ્વરૂપ જણાવીને સૂત્રકાર મહર્ષિ હવે તેના વિષયને જણાવવા માટે આગળ કહે છે – ‘નાણે', ‘દંસણે', ‘ચરિત્તાચરિત્તે’. ૦ નાળે - જ્ઞાનને વિશે, જ્ઞાનના વિષયમાં.
૨૩૯
-
ભ્રમ, સંશય અને વિપર્યયથી રહિત વસ્તુનો જે બોધ થાય. તેને સામાન્ય રીતે ‘જ્ઞાન' કહેવામાં આવે છે. પણ મોક્ષમાર્ગની સાધનામાં સમ્યક્દર્શન યુક્ત જ્ઞાનને જ ‘જ્ઞાન' ગણવામાં આવે છે. સમ્યક્દર્શન રહિત જ્ઞાનને ‘અજ્ઞાન' કહે છે. આ જ્ઞાનના વિષયમાં જે અતિચાર લાગ્યો હોય તે.
– તત્ત્વાર્થ સૂત્ર ટીકામાં જણાવે છે કે, ‘જાણવું તે જ્ઞાન.' સામાન્ય અર્થમાં વસ્તુ સ્વરૂપનું અવધારણ તે જ્ઞાન વિષયના બોધાત્મક ચૈતન્ય અંશ માટે જ્ઞાન શબ્દ લોકપ્રસિદ્ધ છે.
જ્ઞાન પાંચ ભેદે પ્રસિદ્ધ છે - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ પણ અહીં નાળે શબ્દથી માત્ર “જ્ઞાનની આરાધના વિષયમાં લાગેલ અતિચાર એ અર્થની વિચારણા કરવાની છે. જેના વિશેષ સ્વરૂપને જણાવવા માટે સૂત્રમાં આગળ ‘સુ' શબ્દ મૂકેલ છે.
૦ તળે - દર્શનને વિશે, દર્શનના વિષયમાં.
સર્વજ્ઞ ભગવંતોએ મૂળભૂત તત્ત્વો જે રીતે કહ્યા છે, તેના પર અનન્ય શ્રદ્ધા રાખવી તેને દર્શન કહ્યું છે.
$';
“તત્ત્વાર્થ-તત્ત્વરૂપ (જીવ
તત્ત્વાર્થ સૂત્ર ટીકામાં જણાવ્યા મુજબ અજીવાદિ) પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન'' કહ્યું છે.
તત્ત્વરૂપી નિર્ણિત કરાયેલ વાસ્તવિક અર્થોનું શ્રદ્ધાન તે સમ્યગ્ દર્શન. આ તત્ત્વો સાત (કે નવ) કહ્યા છે. જીવ, અજીવ, આશ્રવ, (પુન્ય, પાપ), બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ.
-
પરમ અર્થભૂત એવા જીવાદિ પદાર્થો કે વિતરાગ સર્વજ્ઞ ભાષિત વચનો પરત્વેની રુચિ તે (સમ્યક્) દર્શન. તેની આરાધનાના વિષયમાં કોઈ અતિચાર લાગ્યો હોય તો - (તેનું વિશેષ સ્વરૂપ આગળ કહ્યું છે.)
૭ ચરિત્તારિત્તે- દેશવિરતિ ચારિત્ર વિશે.
-
– સ્થૂળ પાપ વ્યાપારના ત્યાગરૂપ ચારિત્ર અને સૂક્ષ્મ પાપવ્યાપારનો ત્યાગ ન કરવા રૂપ અચારિત્ર, તે ચારિત્ર-અચારિત્ર, ચારિત્રાચારિત્ર એટલે દેશવિરતિ ચારિત્ર, તેમાં લાગેલ અતિચાર.
આવશ્યક સૂત્ર-૧૫ શ્રમણને આશ્રીને હોવાથી અહીં ‘ચરિત્તે’ શબ્દ મૂકેલ