________________
૨૩૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ બંને શબ્દોનો તફાવત ગ્રંથકારો આ પ્રમાણે નોંધે છે–
– યોગશાસ્ત્ર વૃત્તિ - મનનો જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન છે અને ચંચળ અધ્યવસાય તે ચિત્ત છે.
– દુર્ગાનમાં એક વસ્તુ પરત્વે ધારાબદ્ધ અશુભ વિચારો આવે છે. જ્યારે દુર્વિચિંતનમાં એક વસ્તુ પરત્વે છુટાછવાયા અશુભ વિચારો આવે છે.
-૦- સારાંશ :- એક વિષય પર મનનું કેન્દ્રિત થવું તે ધ્યાન અને સામાન્ય વિચારો આવવા તે ચિંતન, પૂર્વ અભ્યાસની પ્રબળતાને લીધે આવા “ધ્યાન' કે ચિંતનમાં કાંઈ મલિનતા આવી ગઈ હોય તે દુર્બાન અને દુર્વિચિંતન કહેવાય છે.
આ રીતે કાયિક, વાચિક અને માનસિક અતિચારોને જણાવ્યા. હવે સૂત્રકાર મહર્ષિ કાયિક, વાચિક અને માનસિક ત્રણ પ્રકારના અતિચારોની અનાવરણીયતા આદિને જણાવવા માટે સૂત્રમાં આગળ ત્રણ શબ્દો મૂકે છે - ‘અણાયારો', “અણિચ્છિઅવ્વો” અને “અસાવગપાઉન્ગો' તે આ પ્રમાણે
• ૩પથાર – અનાચાર. ન આચરવા યોગ્ય.
(આવશ્યક સૂત્ર-૧૫ની વૃત્તિમાં અહીં થોડો તફાવત પડે છે. કેમકે ત્યાં આ સૂત્ર શ્રમણને આશ્રીને નોંધાયું છે. જ્યારે અહીં આ સૂત્ર શ્રાવકને આશ્રીને લખાયેલ છે. તેથી આવશ્યક વૃત્તિના શ્રમણ સંબંધી અર્થને અહીં શ્રાવકના વિષયમાં પરાવર્તીત કરીને જણાવી રહ્યા છીએ.)
– જે (શ્રાવકને માટે) આચરણીય છે, તેને “આચાર' કહે છે. તેથી જે આચાર નથી તે “અનાચાર' કહેવાય છે.
– યોગશાસ્ત્રવૃત્તિમાં પણ કહ્યું છે કે, શ્રાવકને આચરવા લાયક નહીં હોવાથી તે અનાવરણીય જાણવું. કેમકે શ્રાવકે આવા અતિચાર આચરવા જોઈએ નહીં.
• સચ્છિોડ્યો - અનેષ્ટવ્ય, ન ઇચ્છવા યોગ્ય.
– આવશ્યક સૂત્ર-૧૫ની વૃત્તિમાં જણાવે છે કે, મન વડે જરા પણ નહીં ઇચ્છવા યોગ્ય હોવાથી તેને અનિચ્છનીય કહ્યા છે.
– યોગશાસ્ત્ર વૃત્તિમાં પણ કહે છે કે, અનાચરણીય હોવાથી તે કરવા યોગ્ય તો નથી જ, પણ આ અતિચારો મનથી પણ અલ્પ માત્ર ઇચ્છવા યોગ્ય નથી.
જેમકે - પ્રતિક્રમણ કરી રહેલો શ્રાવક મનમાં એવું વિચારે કે મચ્છરો વગેરેનો ઉપદ્રવ છે, તો હું વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરું. તો આવું કાયા વડે કરવા યોગ્ય તો નથી જ કેમકે તેમ કરવાથી અતિચાર લાગે છે, પરંતુ મનથી પણ હું વસ્ત્ર ઓઢું તે ઇચ્છવા યોગ્ય નથી.
• સવ-૫૪ - શ્રાવકને માટે અત્યંત અનુચિત.
– યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં જણાવે છે કે, આવા અતિચારો ઇચ્છવા યોગ્ય ન હોવાથી જ તેને “અશ્રાવક પ્રાયોગ્ય' કહ્યા. સમકિત પ્રાપ્ત કર્યું હોય, વ્રતો અંગીકાર કર્યા હોય તથા હંમેશાં સાધુઓની પાસે સાધુઓના તથા ગૃહસ્થોના આચારો (કર્તવ્યો) સાંભળતો હોય તે શ્રાવક કહેવાય.