________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન
૨ ૩૭
– આવું રૌદ્રધ્યાન ચાર પ્રકારે કે ચાર કારણે થાય છે.
(૧) હિંસાનુબંધિ :- તીવ્ર દ્વેષ અથવા સ્વાર્થને લીધે પ્રાણીઓ દ્વારા થતી હિંસા સંબંધી જે સતત વિચારણા તેને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહે છે.
(૨) મૃષાનુબંધિ :- ચાડી, નિંદા, પોતાના રાય જેવા ગુણની અને બીજાના રાય જેવા દોષની અધિકતા દાખવવી વગેરે અસત્ય બોલવા સંબંધી જે સતત વિચારણા તે મૃષાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય.
(૩) તેયાનુબંધી :- ચોરી કરવા અથવા પરદ્રવ્ય હરણ કરવા સંબંધે સતત વિચારણા કરવી કે ચિંતવવું તે તેયાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે.
(૪) સંરક્ષણાનુબંધિ :- ધન વગેરે પરિગ્રહના સંબંધમાં તેનું સંરક્ષણ કરવા માટેની સતત વિચારણા કરવી તે સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે.
ધ્યાન શતકમાં જણાવ્યા મુજબ તો કરવું, કરાવવું, અનુમોદવું કે તત્સંબંધી ચિંતન કરવું એ ચારે ભેદનો સમાવેશ રૌદ્રધ્યાનના સ્વરૂપમાં કરવામાં આવેલ છે. રૌદ્રધ્યાની જીવન માટે નરકગતિનું જ વિધાન કરાતું જોવા મળે છે.
૦ સંકુલ મચ્છ – રૌદ્ર ધ્યાનના સંબંધમાં તંદુલમચ્છનું દૃષ્ટાંત જોવા મળે છે. આ મચ્છ ઘણો જ નાનો, એક ચોખાના દાણા જેવડો હોય છે. પણ તે મચ્છ પંચેન્દ્રિય હોય છે, તે પણ સંજ્ઞી અર્થાત્ મનવાળો હોય. તે મચ્છ કોઈ મોટા મગરમચ્છની ભ્રમરમાં બેઠો હોય છે. જ્યારે સમુદ્રમાં અનેક માછલી મગરમચ્છની પાસેથી પસાર થાય ત્યારે તે મગરમચ્છ તે માછલીઓને ગળી જાય છે. પણ તેમ કરતા કેટલીક માછલી છુટી પણ જાય છે, આ સમયે પે'લો. તંદુલમચ્છ વિચારે છે કે અરે ! આ મગરમચ્છ કેવો બેપરવાહ છે. આટલી માછલી પોતાની પાસેથી જવા દે છે. જો મારે આવું શરીર હોય તો હું આમાંની એક માછલી પણ છોડું નહીં.
ખરેખર ! આ તંદુલીઓ મચ્છ એક પણ માછલી તો શું પણ કોઈ જળજંતુને ગળી જવા પણ સમર્થ નથી. છતાં તેના મનમાં જ આવા કુર વિચારો કરતાં જે રૌદ્રધ્યાન કરે છે તેના ફળ સ્વરૂપે કશી પ્રવૃત્તિ કરતો ન હોવા છતાં પણ સાતમી નરકે જાયા છે.
આ છે રૌદ્ર ધ્યાનનું દુષ્પરિણામ - આવા દુર્ગાનથી કોઈ અતિચાર લાગ્યો હોય તે. • સુબ્રિધિંતિ - દુષ્ટ ચિંતન થયું હોય, દુષ્ટ વિચારો આવ્યા હોય. – દુર્વિચિંતિત એટલે દુષ્ટ રીતે વિચારાયેલ કે ચિંતન કરાયેલ
– ચિત્તની ચંચળતાને લીધે જે કંઈ અશુભ વિચારો આવ્યા હોય તે અશુભ ચિંતનને દુર્વિચિંતિત કહેવાય છે.
– યોગશાસ્ત્રમાં “દુર્વિચિંતિત” માટે કહ્યું છે કે, ચંચળ ચિત્તથી દુષ્ટ ચિંતવન કરવા રૂપ અતિચાર.
-૦- દુર્બાન અને દુર્વિચિંતન એ બંને માનસિક અતિચારો જ છે. પણ આ