________________
૩૦૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ દહીં વહોરાવી પારણું કરાવ્યું. બંને મુનિમહાત્માએ ભગવંત પાસે શંકા રજૂ કરી કે, હે ભગવન્! આપની આજ્ઞાનુસાર અમે વહોરવા ગયા પણ આ ફેરફાર કેમ થઈ ગયો ? અમારી માતાને બદલે એક મહિયારણે વહોરાવ્યું. ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો કે, શાલીભદ્રના પૂર્વભવે તે સંગમ નામે ગોવાળ હતો. તે ભવની માતાએ પૂર્વના ખેહને વશ થઈને પારણું કરાવ્યું.
ધન્ના-શાલી બંને મુનિરાજોને સંસારની અસારતા લાગી. આ ભવની માતા ઓળખી શકી નથી અને પૂર્વભવની માતાનો આટલો નેહ ! કેવું છે આ સંસારનું સ્વરૂપ ! બસ સંસારની અસારતા અને સંબંધોની અનિત્યતા જાણીને તેઓએ વૈભારગિરિ નામક પર્વત જઈને અનશનનો સ્વીકાર કર્યો.
આ થયો ભક્ત-પાન વ્યત્સર્ગ. (૫) કષાય ઉત્સર્ગ :- કષાય ભાવોનો ત્યાગ કરવો તે.
– કષાયનું નિમિત્ત મળે તો પણ કષાય ન કરવો, કષાયના કારણોથી દૂર રહેવું, બીજાને કષાય ઉત્પન્ન કરાવવામાં પ્રવૃત્ત ન થવું, તેમજ સામા કષાય કરી રહ્યા હોય તો પણ શાંત રહેવું
– આ રીતે ક્રોધ, માન, માયા, લોભરૂ૫ ચારે કષાયનો ત્યાગ કરવો તે કષાય ઉત્સર્ગરૂપ ભાવ ઉત્સર્ગ છે.
– “કષાય' શબ્દનું વિવેચન સૂત્ર-ર “પંચિંદિય”માં થયેલું છે.
લઘુ દૃષ્ટાંત :- ગજસુકુમાલ મશાનમાં કાયોત્સર્ગમાં રહેલા હતા. સોમીલ બ્રાહ્મણ તેને જોઈને ક્રોધથી ધમધમી ઉઠ્ઠયો. આ દૂષ્ટ મારી નિરપરાધી પુત્રીની સાથે વિવાહ કરીને ફોગટ વગોવી. સોમીલને અતિ દ્વેષ અને ક્રોધનો ઉદય થયો. તેણે ગજસુકમાલના માથે મશાનની ભીની માટીની પાળ બાંધી. તેમાં ધગધગતા ખેરના અંગારા ભર્યા. અગ્નિ વડે ગજસુકુમાલનું મસ્તક બળવા લાગ્યું, છતાં એક શબ્દ ન બોલ્યા. કોઈ પ્રતિકાર પણ ન કર્યો.
કષાયનો વ્યુત્સર્ગ કરીને, અપૂર્વ ક્ષમાને ધારણ કરીને રહ્યા. તો તુરંત જ અંતકૃત્વ કેવલી થઈ મોક્ષે ગયા.
બાહુ-સુબાહુ બંનેએ પણ દીક્ષા લીધેલી દીક્ષા લઈ રોજરોજ ૫૦૦-૫૦૦ સાધુઓની ભાવથી વૈયાવચ્ચ-ભક્તિમાં લીન છે. અપૂર્વ વૈયાવચ્ચ તપ તપી રહ્યા છે. આહાર-પાણી લાવી આપવા, ગ્લાન કે તપસ્વી આદિની વિશ્રામણા કરવી. આ બધી ભક્તિ જોઈને ગુરુ મહારાજ તેમના વૈયાવચ્ચ ગુણની પ્રશંસા કરે છે. છતાં માનકષાયનો ત્યાગ-ઉત્સર્ગ કરીને રહેલા તેઓએ સમભાવ રાખ્યો તો થયા ભરત અને બાહુબલી તેમજ બંને મોક્ષને પામી ગયા.
પુંડરીક રાજાએ ૧૦૦૦ વર્ષ રાજ્ય ભોગવ્યું, છતાં તેઓ રાજ્યના લોભમાં કદાપી આસક્ત બન્યા નહીં. કેવળ ચારિત્રના પરિણામથી યુક્ત થઈ જીવન વીતાવી રહ્યા છે. લોભકષાયનો વ્યુત્સર્ગ કરેલા એવા તેઓએ માત્ર એક જ દિવસનું ચારિત્ર પાળ્યું. માત્ર એક જ દિનના સંયમી, છતાં પણ લોભનો ઉત્સર્ગ કરેલા તેઓ