________________
નાસંમિ દંસણૂમિ સૂત્ર-વિવેચન
૩૦૫
ભાષામાં કુટુંબ કે જ્ઞાતિને ગણ કહેવાય છે. એક વાચનાચાર્યના શિષ્ય સમુદાયને પણ ગણ કહે છે. છેલ્લે તો આ ગણનું મમત્વ છોડવાનું જ છે.
જેમ ભગવંત મહાવીરના ગણધરો અગિયાર હતા. તેમાંના નવ ગણધરો ભગવંતની ઉપસ્થિતિમાં જ કાળ કરીને મોક્ષે ગયા. તે પ્રત્યેક ગણધર પોતાનો ગણ સુધર્માસ્વામીને ભળાવીને અંતે અનશન કર્યું. આ હતો ગણવ્યુત્સર્ગ.
જે રીતે અશનાદિકનો ત્યાગ કરવાનો છે, ઉપધિ વગેરે વોસિરાવવાની છે, તે રીતે ગણનો પણ ઉત્સર્ગ-ત્યાગ કરવાનો જ છે.
(૩) ઉપધિ-ઉત્સર્ગ :- ઉપધિ-સાધુસાધ્વીના વસ્ત્ર-ભાંડોપકરણ માટે વપરાતો પારિભાષિક શબ્દ છે. તેનો ત્યાગ કરવો, તે ઉપધિ ઉત્સર્ગ.
ઉપધિ બે પ્રકારે દર્શાવી છે – (૧) ઔધિક, (૨) ઔપગ્રહિક.
(૧) ઔધિક ઉપધિ :- નિરંતર ઉપયોગમાં લેવાતા એવા રજોહરણ, મુખવસ્ત્રિકા, ચોલપટ્ટ વગેરે બધી ઔધિક ઉપધિ ગણાય છે.
(૨) ઔપગ્રહિક ઉપધિ :- દંડ, પાત્ર, પીઝફલક વગેરે જે પાસે હોય પણ ખરાં અને ન પણ હોય તેને ઔપગ્રહિક ઉપધિ કહેવાય છે.
સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે વસ્ત્ર-પાત્ર વગેરે ઉપધિમાં પણ મમત્વરહિતતા કેળવી અને તેનો પણ ઉત્સર્ગ-ત્યાગ કરવાનો છે.
સંથારાપોરિસિ સૂત્રમાં પાઠ છે – નટ્ટુ છે હુ મા ...
“જો આ રાત્રિને વિશે હું કાળ કરું યાને કે મારો દેહ છૂટી જાય તો આહાર-ઉપાધિ અને મારો આ દેહ બધું ત્રિવિધ વોસિરાવું છું.
(૪) ભક્તપાન ઉત્સર્ગ :- અનશન કરતી વખતે, સંલેખણા કે સંથારો કરતી વેળા, ગંભીર બીમારી અવસરે, મરણાંત ઉપસર્ગ સમયે અથવા મરણ સમય નીકટ જાણીને–
તેમજ રોજ રાત્રે સંથારા પોરિસિ વખતે રાત્રિ પુરતું આડારાદિક એટલે અશન-પાન વગેરે ભોજનાદિકનો ત્યાગ કરવો તેને ભક્ત-પાન વ્યત્સર્ગ કહેવામાં આવે છે.
૦ લઘુ દષ્ટાંત :- ધન્યકુમાર અને શાલીભદ્રએ સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓ ભગવંત મહાવીરની સાથે વિચરતાં હતા. વિચરણ કરતા પોતાની જ નગરીમાં પધારવાનો પ્રસંગ આવ્યો.
માસક્ષમણના પારણે બંને અણગારો વહોરવા નીકળ્યા ત્યારે શાલીભદ્રની માતા અને ધન્યકુમારના સાસુ એવા ભદ્રામાતાને ત્યાં ધર્મલાભ આપી ઉભા રહ્યા. એક તો માસક્ષમણની તપશ્ચર્યા હતી. વળી બંનેની કાયા કૃશ થઈ ગયેલી. ભગવંતે પણ કહેલું કે, જાઓ, આજ તમારી માતાને હાથે પારણું થશે. પરંતુ ઘેર કોઈ તેમને ઓળખી શક્યું નહીં, આહાર પણ વહોરાવતા નથી. બંને પાછા ફર્યા.
ભગવંત મહાવીર પરમાત્માના વચનમાં બંને મુનિરાજોને દઢ વિશ્વાસ હતો. બંને ઘેરથી પાછા ફરી રહ્યા હતા ત્યારે માર્ગમાં એક મહિયારણ મળી. તેણીએ [2]20]