________________
૩૦૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ - છદ્મસ્થ ધ્યાન યોગની એકાગ્રતા રૂપ છે, જ્યારે કેવલીનું ધ્યાન યોગના નિરોધરૂપ હોય છે.
૦ આ રીતે ધ્યાન નામે અત્યંતર તપ જાણવું. (૬) કસો - ઉત્સર્ગ, ત્યાગ. આ છઠો અત્યંતર તપ છે.
- હસમ શબ્દનો ઉત્સર્ગ – “ત્યાગ" અર્થ થાય છે. કેટલેક સ્થાને આ શબ્દનો કાયોત્સર્ગ અર્થ પણ કરાયેલો જોવા મળે છે.
– આવશ્યકવૃત્તિ, નિશીથચૂર્ણિ આદિ આગમોમાં નો “કાયોત્સર્ગ” એવો અર્થ પણ નોંધાયેલ છે. તો દશવૈકાલિક નિર્યુક્તિ-૪૮ની વૃત્તિમાં વસ્યા નો ત્યાગ અર્થ કરીને દ્રવ્ય તથા ભાવથી ઉત્સર્ગ એવા બે ભેદો પણ જોવા મળે છે. ઉત્તરાધ્યયન સૂત્રનાં અધ્યયન-૩૦માં સૂત્ર (ગાથા) ૧૨૨૪માં કાય-ઉત્સર્ગ નોંધે છે. વૃત્તિમાં બંને અર્થો ગ્રહણ કર્યા છે.
- નો માત્ર કાયોત્સર્ગ અર્થ જ ગ્રહણ કરીએ તો તેનું વિવરણ તસ્સ ઉત્તરી. સૂત્ર-૬માં થયેલું છે, ત્યાંથી જોવું.
– નો ત્યાગ અર્થ સ્વીકારીએ તો તેના બંને ભેદો અહીં વિવેચનમાં રજૂ કરી રહ્યા છીએ. જેમાં શરીર (કાય) ત્સર્ગ પણ આવી જ જશે.
૦ તત્ત્વાથffધામ સૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૨૬માં જણાવે છે કે
બાહ્ય અને અત્યંતર ઉપધિનો ઉત્સર્ગ કરવો જોઈએ.”
૦ બાહ્ય ઉત્સર્ગ :- એટલે ઉપધિ, વસ્ત્ર, પાત્ર, ઉપકરણ વગેરેમાંથી મમત્વ ખેંચી લેવું તે બાહ્ય ઉત્સર્ગ છે.
૦ અત્યંતર ઉત્સર્ગ :- એટલે શરીર પરત્વેની મમતાનો ત્યાગ અને કાષાયિક વિકારોમાંથી તન્મયતા ખેંચી લેવી તે અત્યંતર ઉત્સર્ગ.
૦ ટુર્વજનિજ નિર્યુક્તિ તથા વૃત્તિમાં પણ આ ભેદોને જણાવે છે –
(૧) દ્રવ્ય ઉત્સર્ગ - દ્રવ્યથી કાયાનો, ગણનો, ઉપધિનો અને ભક્તપાનનો ત્યાગ એ દ્રવ્ય ઉત્સર્ગ કહેવાય છે.
(૨) ભાવ ઉત્સર્ગ :- કષાયત્યાગ, સંસારત્યાગ અને કર્મત્યાગ એ ત્રણેને ભાવ ઉત્સર્ગ કહ્યા છે.
આ રીતે ઉત્સર્ગના કુલ સાત ભેદો શાસ્ત્રકારે જણાવ્યા છે. (૧) કાય ઉત્સર્ગ :- કાયોત્સર્ગ એટલે દેહસંબંધી મમત્ત્વનો ત્યાગ. કાય-ઉત્સર્ગ માટે અમિતગતિ સૂરિજીએ સુંદર શ્લોક રચ્યો છે–
“હે જિનેન્દ્રપરમાત્મા ! આપની કૃપાથી મારામાં એવી શક્તિ ઉત્પન્ન થાય કે હું શરીરમાંથી આ અનંત શક્તિમાન તેમજ દોષરહિત એવા શુદ્ધ આત્માને એ રીતે અલગ કરી શકું જે રીતે સ્થાનમાંથી તલવાર અલગ કરી શકાય.” આ જ છે વાય-ઉત્સ.
– કાયોત્સર્ગનો વિશેષ અર્થ સૂત્ર-૬ “તસ્સઉત્તરીમાં જોવો. (૨) ગણ ઉત્સર્ગ :- સમુદાય કે ગચ્છને ગણ કહેવાય છે. લૌકિક