________________
નાણુંમિ Ēસણંમિ સૂત્ર-િ
(૩) સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી બે શબ્દોનું સંયોજન થયેલ છે.
-
-વિવેચન
સૂક્ષ્મક્રિય - જેમાં ક્રિયા સૂક્ષ્મ - અતિ અલ્પ હોય તે. અપ્રતિપાતી - એટલે પતનથી રહિત.
પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું જ બાકી રહે ત્યારે ‘કેવળી’ યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે. તેમાં વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થઈ જતાં માત્ર શ્વાસોચ્છવાસ રૂપ સૂક્ષ્મ કાયયોગ બાકી રહે ત્યારે આ ધ્યાન હોય છે. તેથી તે સૂક્ષ્મક્રિય-અપ્રતિપાતી ધ્યાન કહેવાય છે.
-
• યોગ નિરોધ તેરમાં ગુણઠાણાને અંતે (અંતિમમુહૂર્તમાં) થાય છે. માટે આ ધ્યાન તેરમાં ગુણઠાણાને અંતે હોય છે. તેમ સમજી લેવું.
આ ધ્યાન નિર્વાણગમન કાળે કેવળીઓને હોય છે. કેમકે કહ્યું છે કે ‘નિર્વાણગમન કાળે અર્ધકાયયોગ જેણે રૂંધ્યો હોય છે, એવા સૂક્ષ્મ કાયની ક્રિયાવાળાને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામક ત્રીજું શુક્લધ્યાન હોય છે. (૪) વ્યુપરત ક્રિયાનિવૃત્તિ :- આમાં બે શબ્દ છે “વ્યુપરત ક્રિયા'', “નિવૃત્તિ”.
અને
-
–
જેમાં ક્રિયા સર્વથા અટકી ગઈ છે તે વ્યુપરત ક્રિયા. – જેમાં પતન નથી તે અનિવૃત્તિ.
– જેમાં મન, વચન, કાયા એ ત્રણે યોગનો સર્વથા નિરોધ થઈ જવાથી કોઈપણ જાતની ક્રિયા નથી, તથા ધ્યાન કરનારના પરિણામનું પતન નથી થતું તે ‘વ્યુપરત ક્રિયાનિવૃત્તિ’ શુક્લધ્યાન કહેવાય છે.
ધ્યાન
આ ધ્યાન ચૌદમે ગુણઠાણે હોય છે.
આ ધ્યાન શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થયેલા અને સમસ્ત યોગના નિરોધક
303
આ ધ્યાનમાં સૂક્ષ્મક્રિય અને અપ્રતિપાતી એમ
એવા કેવળીને હોય છે.
—
- સિદ્ધત્વ પામ્યા બાદ પણ આ ધ્યાન સ્થિર રહે છે, ન્યૂનાધિક થતું નથી. તેથી આ ધ્યાનને ‘અનિવૃત્તિ' કહ્યું છે.
―
-
આ ચોથું શુક્લધ્યાન પૂર્વ પ્રયોગથી થાય છે. જેમ દંડ વડે ચક્ર ફેરવી
દંડ કાઢી લીધા બાદ પણ ચક્ર ફરતું રહે છે, તેમ આ ધ્યાન વિશે જાણવું.
આ ધ્યાનને અંતે જીવ સિદ્ધત્વ પામે છે.
૦ ધ્યાન અંગે વિશેષ માહિતી :
-
“શુક્લ ધ્યાનના ચાર ભેદમાં પહેલાં બે શુક્લધ્યાન છદ્મસ્થને હોય છે અને છેલ્લા બે શુક્લધ્યાન કેવળી ભગવંતોને હોય છે.'' એ પ્રમાણે તત્ત્વાર્થ સૂત્રના અધ્યાય-૯ના ૩૯ અને ૪૦માં સૂત્રમાં કહ્યું છે.
“પહેલા ત્રણ ધ્યાન સયોગીને અને છેલ્લુ ધ્યાન અયોગીને હોય છે.' એ પ્રમાણે તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય-૯ના સૂત્ર-૪૨માં જણાવે છે.
આ ચારે ધ્યાનનો પ્રત્યેકનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે.