________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન
૨ ૩૧
સ્કૂલના વિશેષ.
- ઓઘનિર્યુક્તિ વૃત્તિ - અતિચાર એટલે સ્કૂલના. – ઉત્તરાધ્યયન વૃત્તિ - અતિચાર એટલે અપરાધ. – વિશેષાવશ્યક વૃત્તિ - અતિચાર એટલે ચારિત્રવિરાધના વિશેષ. આ અતિચારો સાધન ભેદે અનેક પ્રકારે થાય છે. તેથી કહ્યું કે• વેડ્રિો - કાયિક, કાયા વડે થયેલ, કાયાથી. - કાયા વડે થયેલો કે કાયા સંબંધી અતિચાર તે કાયિક,
- કાયા એ જેનું પ્રયોજન હોય કે કાયા જેમાં પ્રયોજક હોય તેવો અતિચાર તે કાયિક અતિચાર.
- આવશ્યક વૃત્તિ - કાયા એટલે શરીર, તેના દ્વારા નિર્વત તે કાયિક એટલે કાયા દ્વારા કરાયેલ એવો અર્થ જાણવો.
– આ જ પ્રકારનો અર્થ સૂત્ર-૨૬ના ‘કુધિષ્ક્રિમ' શબ્દથી જાણવો. • વાફો - વાચિક, વાચા વડે થયેલ, વચનથી. – વાચા વડે થયેલો કે વાચા સંબંધી અતિચાર તે વાચિક. - વાચા જેનું પ્રયોજન હોય તેવો અતિચાર તે વાચિક અતિચાર.
– આવશ્યક વૃત્તિ વાચા વડે નિવૃત્ત તે વાચિક. એટલે વાણી વડે કરાયેલ એવો અર્થ જાણવો.
– આ જ પ્રકારનો અર્થ સૂત્ર-૨૬ના ‘કુમાલિક' શબ્દથી જાણવો. • માલિકો - માનસિક, મન વડે થયેલ, મનથી. – મન વડે થયેલ કે મન સંબંધી અતિચાર તે માનસિક. - મન છે પ્રયોજન જેનું તેવો અતિચાર તે માનસિક અતિચાર.
– આવશ્યક વૃત્તિ - મનથી નિવૃત્ત (બનેલ) તે માનસ. તેનું જ સ્વરૂપ તે માનસિક - મન વડે કરાયેલ' એવો અર્થ જાણવો
– આ જ પ્રકારનો અર્થ સૂત્ર-૨૬ના ‘વિંતિકા' શબ્દથી જાણવો. ૦ ફી વફો માલિકો - કાયિક વાચિક માનસિક દોષ.
– કાયાથી દૂષિત પ્રવૃત્તિ, વચનથી દૂષિત ઉચ્ચાર અને મનથી દુર્ગાન કરતાં થયેલો અતિચાર.
- અતિચાર અર્થાત્ સ્કૂલના, સમસ્ત ખલનાઓનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં કરાયેલું છે : કાયિક, વાચિક અને માનસિક
જે સ્કૂલનાઓ થાય છે તે સ્કૂલના કાયા દ્વારા થઈ હોય છે, વાણી દ્વારા થઈ હોય છે અને / અથવા મન દ્વારા થઈ હોય છે. તેથી પહેલો નિર્દેશ આ ત્રણેનો કરાયેલ છે.
આવો અતિચાર કઈ રીતે લાગે તે હવે જણાવે છે – • સુત્તો - ઉસૂત્ર, સૂત્રથી વિરુદ્ધ. - સૂત્રને ઓળંગી ગયેલ તે ઉસૂત્ર