________________
૨ ૩૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ • ગો છે - જે મેં જે મારા વડે, મેં જે કોઈ - નો શબ્દનો સંબંધ હવે પછી કહેવાનારા અતિચાર સાથે છે. - જે શબ્દથી બોલનાર પોતાનો નિર્દેશ કરે છે. • ટેસિવ - દેવસિક, દિવસસંબંધી.
- આવશ્યક સૂત્ર-૧૫ની વૃત્તિ મુજબ - “દિવસ દરમિયાન થયેલો કે દિવસના માપવાળો તે દેવસિક.
– યોગશાસ્ત્ર વૃત્તિ - દિવસમાં થયેલા. અહીં તેવસિઝ શબ્દ છે પણ ઉપલક્ષણથી રાઈએ, પMિઅ, ચઉમાસિઅ, સંવચ્છરિઅ એ સર્વે સમજી લેવું (કેમકે પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે. તેથી દેવસિઅ પ્રતિક્રમણને આશ્રીને અહીં
વરિો શબ્દ વપરાયો છે જો ‘રાઈએ' આદિ પ્રતિક્રમણ કરતા હોઈએ તો જે પ્રતિક્રમણ હોય તે પ્રતિક્રમણ'નો શબ્દ વાપરવો જોઈએ.)
• સફરે - અતિચાર, અતિક્રમણ, ઉલ્લંઘન.
– આવશ્યક સૂત્ર-૧૫ વૃત્તિ – અતિચરણ એટલે અતિસાર - જેનો અર્થ અતિક્રમ કે ઉલ્લંઘન થાય છે.
– બાંધેલી મર્યાદા કે હદનું અતિક્રમણ કરવું, ઉલ્લંઘન કરવું તેને સામાન્ય રીતે “અતિચાર' કહેવામાં આવે છે.
– યોગશાસ્ત્ર વૃત્તિ - દિવસના કાર્યોમાં વિધિનું ઉલ્લંઘન – ભંગ વગેરે કરવારૂપ અતિચાર. • ૩ - કર્યો હોય.
આવશ્યક વૃત્તિ કૃત: -નિવર્તિત -૦- “જો મે દેવસિઓ અઈઆરો કઓ “દિવસ દરમિયાન મેં જે કંઈ “ ખલના કરી હોય અથવા મારા વડે જે સ્કૂલનાઓ થઈ હોય.
– અહીં બે મહત્ત્વના શબ્દો છે – (૧) દૈવસિક, (૨) અતિચાર.
(૧) દેવસિકનો અર્થ “દિવસ સંબંધી' કર્યો. પણ ‘દિવસ' કોને કહેવો ? રાત્રિ પ્રતિક્રમણના કાળથી દિવસિક પ્રતિક્રમણ કરવાનો કાળ જેટલો પહોંચે તેટલા કાળને “દિવસ સંબંધી કાળ' કહે છે.
એ જ રીતે ઉપલક્ષણથી ની મે યો કહેવાય ત્યારે “રાત્રિ સંબંધી કાળ” સમજવું. “પMિઓ' કહેવાય ત્યારે પાક્ષિક “પખવાડીયાનો કાળ” સમજવો ચઉમાસિઓ કહેવાય ત્યારે ચાતુર્માસિક “ચાર મહિનાનો કાળ" સમજવો. “સંવચ્છરિઓ' કહેવાય ત્યારે સાંવત્સરિક-“બાર મહિનાનો કાળ' સમજવો.
(૨) અતિચારનો અર્થ અતિક્રમણ કે ઉલ્લંઘન કર્યા. તે અર્થ તો સામાન્યથી કર્યો પરંતુ અહીં તે અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર એ ત્રણેયના અર્થમાં વપરાયેલો છે. એટલે કે તે વ્રતમાલિન્ય, સ્કૂલના કે દોષનું સૂચન કરે છે.
૦ “અતિચાર' શબ્દની વ્યાખ્યાઓ આગમાનુસાર
– આવશ્યક વૃત્તિ - અતિચાર એટલે - પાપ, અતિક્રમ, મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી થયેલા આત્માના અશુભ પરિણામ વિશેષ, અતિચરણ, ચારિત્ર