________________
૨ ૩૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ – સૂત્ર શબ્દના જુદા જુદા અનેક અર્થો છે. તેમાંનો એક અર્થ છે આપ્તવચન'. જે વચનો આસ પુરુષના હોય - સર્વજ્ઞના હોય તે સૂત્ર કહેવાય છે. તેનાથી વિરુદ્ધ વર્તવું તે “ઉસૂત્ર.”
– સૂત્રના અનુસરણમાં થયેલી ભૂલ તે ઉસૂત્ર. સૂત્રનું અનુસરણ એટલે જિનેશ્વર ભગવંતે સૂત્રોમાં કરેલી પ્રરૂપણા મુજબ ચાલવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્નો તેમાં જે કાંઈ સ્કૂલના કે ભૂલ થઈ હોય તે ઉસૂત્ર
– આવશ્યક વૃત્તિ મુજબ - સૂત્રથી ઉપર અથવા સૂત્રમાં ન કહેવાયેલ તે સર્વ ઉસૂત્ર કહેવાય છે.
– યોગશાસ્ત્ર વૃત્તિ મુજબ - સૂત્ર વિરુદ્ધ વચન બોલવાથી થયેલ અતિચાર તે ઉસૂત્ર કહેવાય છે.
- ૩૧મો - ઉન્માર્ગ, માર્ગથી વિરુદ્ધ.
– માર્ગનું અનુસરણ એટલે કે જે ઉપાયો કે વર્તનથી ચારિત્રની સુધારણા થાય, તેવા માર્ગે ચાલવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. તેમાં જે કાંઈ સ્કૂલના કે ભૂલ થઈ હોય તે ઉન્માર્ગ.
– આવશ્યક સૂત્ર-૧૫ની વૃત્તિ, યોગશાસ્ત્ર અને ધર્મ સંગ્રહમાં તેનો અર્થ એક સમાન કરાયો છે, માત્ર શાબ્દિક ભેદ છે. તે આ પ્રમાણે
વયે - લાયોપથમિક ભાવનો ત્યાગ કરી ઔદયિક ભાવમાં જવું તેને ઉન્માર્ગ રૂપ અતિચાર કહે છે.
યોજશાસ્ત્ર - સાયોપથમિક ભાવ તે માર્ગ અને તેનું ઉલ્લંઘન કરવું તે ઉન્માર્ગ અથવા આત્મસ્વરૂપ શાયોપથમિક ભાવનો ત્યાગ કરી મોહનીય આદિ ઔદયિક ભાવમાં પરિણામ પલટાય તે રૂપ ઉન્માર્ગ.
અહીં ક્ષાયોપથમિક અને ઔદયિક ભાવોને સમજવા જરૂરી છે –
૦ લાયોપથમિક ભાવ - કર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટેલા વિશિષ્ટ પરિણામરૂપ ભાવ તે ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. તત્વાર્થ સૂત્રકારે તેના અઢાર ભેદો જણાવેલા છે–
ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, દાનાદિ પાંચ લબ્ધિઓ, સમ્યકત્વ, સર્વ વિરતિ ચારિત્ર, દેશવિરતિ ચારિત્ર. આ અઢારને લાયોપથમિક ભાવ કહેલા છે.
(૧) મતિજ્ઞાન - મતિજ્ઞાનાવરણીયના લયોપશમથી ઉત્પન્ન. (૨) શ્રુતજ્ઞાન - શ્રુતજ્ઞાનાવરણીયના લયોપશમથી ઉત્પન્ન. (૩) અવધિજ્ઞાન - અવધિ જ્ઞાનાવરણીયન ક્ષયોપશમથી ઉત્પન્ન
(૪) મન:પર્યવજ્ઞાન - મન:પર્યવજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ઉત્પન્ન. જ્ઞાનને આશ્રીને આ ચાર જ્ઞાન તે લાયોપથમિક ભાવ છે.
(૫) મતિ અજ્ઞાન - મતિ, અજ્ઞાનાવરણીયનાલયોપશમથી ઉત્પન્ન. (૬) શ્રત અજ્ઞાન - શ્રત અજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ઉત્પન્ન. (૭) વિભંગ જ્ઞાન - વિભંગ જ્ઞનાવરણીયના ક્ષયોપશમથી ઉત્પન્ન. અજ્ઞાનને