________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન
૨ ૩૩
આશ્રીને - ત્રણ અજ્ઞાન તે ક્ષાયોપથમિક ભાવ છે.
૦ ચક્ષુર્દર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય - આ ત્રણેના પોત-પોતાના ક્ષયોપશમથી ઉત્પન્ન એવા
(૮) ચક્ષુર્દર્શન (૯) અચકુદર્શન (૧૦) અવધિદર્શન આ ત્રણે દર્શનો ક્ષાયોપથમિક ભાવ છે.
૦ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગવંતરાય અને વીર્યંતરાય એ પાંચે કર્મોના લયોપશમથી ઉત્પન્ન થતી એવી–
(૧૧) દાનલબ્ધિ (૧૨) લાભલબ્ધિ (૧૩) ભોગલબ્ધિ (૧૪) ઉપભોગલબ્ધિ (૧૫) વીર્યલબ્ધિ એ પાંચે લબ્ધિઓ પણ લાયોપથમિક ભાવ છે.
(૧૬) સમ્યક્ત્વ - અનંતાનુબંધિ ચતુષ્ક (ક્રોધ, માન, માયા, લોભ) તથા . દર્શન મોહનીય ત્રિકના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું સમ્યક્ત્વ લાયોપથમિક ભાવ છે.
(૧૭) સર્વવિરતિ ચારિત્ર - અનંતાનુબંધિચતુષ્ક (ક્રોધ, માન, માયા, લોભ) અને અપ્રત્યાખ્યાની ચતુષ્ક તથા પ્રત્યાખ્યાની ચતુષ્ક એ બારે કર્મ પ્રકૃતિના લયોપશમથી ઉત્પન્ન થતું સર્વવિરતિ ચારિત્ર પણ લાયોપથમિક ભાવ છે.
(૧૮) દેશવિરતિ ચારિત્ર - (જેને શાસ્ત્રીય ભાષામાં સંયમાસંયમ કે વિરતાવિરત કહે છે) જે અનંતાનુબંધી ચતુષ્ક અને અપ્રત્યાખ્યાની ચતુષ્કના લયોપશમથી ઉત્પન્ન દેશવિરતિ ચારિત્ર પણ લાયોપથમિક ભાવ છે.
૦ ઔદયિક ભાવ – કર્મના ઉદયથી પ્રગટેલ ભાવો તે ઔદયિક
– તત્ત્વાર્થ સૂત્રકારે તેના એકવીશ ભેદો જણાવેલા છે. ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિંગ, એક મિથ્યાદર્શન, એક અજ્ઞાન, એક અસંયમ, એક અસિદ્ધત્વ અને છ લેગ્યા એ ઔદયિક ભાવો છે.
– આ બધાં ઔદયિક ભાવો જુદા જુદા કર્મોના ઉદયથી પ્રગટે છે– (૧) ગતિનામ કર્મના ઉદયથી ચાર ઔદયિક ભાવો પ્રગટે– નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ અને મનુષ્યગતિની પ્રાપ્તિ. (૨) કષાય મોહનીય કર્મના ઉદયથી ચાર કષાયો ઉત્પન્ન થાય – ક્રોધ, માન, માયા અને લોભ. (૩) વેદમોહનીય કર્મના ઉદયથી ત્રણ ભાવો પ્રગટે છે– સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદની ઉત્પત્તિ (૪) મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી એક ભાવ પ્રગટે છે–