________________
૨ ૩૪
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
મિથ્યાદર્શન - જેને તત્ત્વ પ્રત્યે અશ્રદ્ધા કહે છે. (૫) જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ઉદયનું ફળ – અજ્ઞાન છે. (૬) અનંતાનુબંધી - અપ્રત્યાખ્યાની - પ્રત્યાખ્યાની બાર કષાયોથી – અસંમતપણું ઉદયમાં આવે છે. (૭) વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચારે કર્મના ઉદયથીઅસિદ્ધત્વ - (શરીર ધારણ આદિ) પ્રાપ્ત થાય છે. (૮) શરીર (દેહ) નામ કર્મના ઉદયથી
કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પદ્મ, શુક્લ એ છ પ્રકારની લેગ્યા છે – જે કષાયના ઉદયથી રંજિત યોગ પ્રવૃત્તિ કે યોગજનક “શરીર નામકર્મના ઉદયનું પરિણામ છે.
• ગો - અકથ્ય, ન કલ્પે તેવું, કલ્પ-આચારથી વિરુદ્ધ. – કલ્પ એટલે વિધિ, આચાર કે ચરણકરણરૂપ વ્યાપાર. - આ વ્યાપારને યોગ્ય તે કણ કહેવાય છે. – તે કલ્પથી વિરુદ્ધ કે નહીં યોગ્ય ને અકથ્ય કહે છે.
- એ રીતે વિધિથી વિરુદ્ધ, આચારથી વિરુદ્ધ કે ચારિત્ર અને ક્રિયાને લગતા નિયમોથી વિરુદ્ધ તે અકથ્ય કહેવાય છે.
૦ ધર્મસંગ્રહમાં જણાવે છે કે – સંયમના કાર્યોને તથા સ્વરૂપે નહીં કરવાથી થયેલો અતિચાર તે વધુ કહેવાય છે.
– કલ્પનું અનુસરણ એટલે શાસ્ત્રો દ્વારા નિયત થયેલા નિયમોને અનુસરીને વર્તવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. તેમાં જે કંઈ સ્કૂલના કે ભૂલો થઈ હોય તે અકણ.
• વારા - ન કરવા યોગ્ય. – સામાન્યથી ન કરવા યોગ્ય કાર્ય કરવાથી થયેલ અતિચાર.
– કર્તવ્યનું અનુસરણ એટલે કરવા યોગ્ય કર્તવ્યો કરવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન. તેમાં થયેલી સ્કૂલના કે ભૂલો તે અકરણીય.
– વંદિત્ત સૂત્રની ગાથા-૪૮ના બીજા ચરણમાં પણ આ જ વાત કહેવા માટે શબ્દો મૂક્યા “પડિસિદ્ધાણં કરણે.” ' અર્થાત્ જ્ઞાની ભગવંતોએ જે વસ્તુઓનો કે ક્રિયાઓનો નિષેધ કરેલો છે તેવી ક્રિયાઓ કરી હોય.
-૦- આવશ્યક સૂત્ર-૧૫ની વૃત્તિમાં જણાવે છે કે, આ સૂત્રના આરંભે અતિચાર લાગવાના મુખ્ય ત્રણ સાધનો જણાવ્યા - કાયિક, વાચિક અને માનસિક. તેમાં કાયિક અને વાચિક અતિચારનું વિશેષ સ્વરૂપ જણાવવા “ઉસ્યુત્તો” થી “અકરણિજ્જો” ભેદ બતાવ્યા.
આ ઉત્સુત્ર આદિ પણ પરસ્પર સંબંધવાળા છે. જેમકે ઉસૂત્ર હોય માટે જ ઉન્માર્ગ થાય. ઉન્માર્ગ હોય માટે જ અાપ્ય થાય. અકથ્ય હોય માટે જ