________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર-વિવેચન
અકરણીય થાય. (એ પ્રમાણે યોગશાસ્ત્રવૃત્તિમાં કહ્યું છે.) ૦ લઘુ દૃષ્ટાંત :
ભગવંત મહાવીરના સિદ્ધિગમન પછી ૨૧૪ વર્ષે ત્રીજા નિહ્નવમતની ઉત્પત્તિ થઈ. (નિહ્નવ એટલે ઉત્સૂત્ર ભાષી કે સૂત્રનો અપલાપ કરનાર)
શ્વેતાંબિકા નગરી હતી. ત્યાં આષાઢાચાર્ય પધાર્યા. તેમના શિષ્યોને આગાઢ યોગ (એક પ્રકારની વિશિષ્ટ સાધુ ક્રિયા) ચાલતા હતા. તે બધા અધ્યયનરત હતા. કર્મ સંયોગે આષાઢાચાર્ય કાળધર્મ પામ્યા. સૌધર્મ કલ્પે નલિનીગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો. સાધુઓને આગાઢ યોગમાં પ્રવેશ કરાવેલા જોયા. તેમના પ્રત્યેના કરુણાભાવથી તુરંત દેવલોકથી આવીને પોતાના શરીરમાં આચાર્યએ પ્રવેશ કરી દીધો. પછી સાધુઓને કાલગ્રહણ આદિ ક્રિયા કરવી સૂત્રના ઉદ્દેશ, અનુદ્દેશ, સમુન્ના આદિ કરાવવા લાગ્યા. જલ્દીથી જોગ પૂરા કરાવ્યા.
જ્યારે તે દેવ પોતાનું શરીર છોડીને સ્વર્ગમાં પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમણે સાધુઓને કહ્યું. હે પૂજ્ય શ્રમણો ! ક્ષમા કરજો મેં અસંયમીએ તમોને વંદનાદિક કરાવ્યા છે તમે સંયમી છો, હું તો અનુકંપાથી તમારા યોગ પૂર્ણ કરાવવા આવ્યો હતા. સાધુઓને આ વાત સાંભળી એવો વિચાર આવ્યો કે આપણે તો આ દેવને અવ્યક્તભાવે વાંદ્યા તેથી બધાં જ અવ્યક્ત ભાવો છે માટે બીજે સ્થાને પણ શંકા રાખવી જોઈએ. કેમકે કોણ સંયમી છે અને કોણ અસંયમી દેવતા છે તે કોણ જાણે છે ? માટે કોઈએ કોઈને વંદના કરવી નહીં.
૨૩૫
આ રીતે તેઓ અવ્યક્ત મતવાળા નિહવ થયા. આ રીતે તેઓ સૂત્રથી વિરુદ્ધ - ઉત્સૂત્રવાળા થયા.
ઉત્સૂત્રથી ઉન્માર્ગ જન્મ્યો. ક્ષાયોપશમિક ભાવ છોડી મિથ્યાદર્શનરૂપ ઔદયિક ભાવવાળા થયા. સર્વે સંયત, સંયતિ, શ્રાવક, શ્રાવિકા પ્રત્યે અવ્યક્ત ભાવ ભાવવા લાગ્યા. મિથ્યા પરિણામની બુદ્ધિવાળા સાધુઓએ અવ્યક્તવાદને અંગીકાર કર્યો. પછી ‘અકલ્પ્ય’- નિયમોથી વિરુદ્ધ વર્તન શરૂ કર્યું. પરસ્પર વંદનક્રિયા છોડી દીધી. તેમને સ્થવિરોએ ઘણાં સમજાવ્યા. પરંતુ તે સાધુઓ માન્યા નહીં. તેમની અકરણીય પ્રવૃત્તિને કારણે સ્થવિરોએ તેમને વોસિરાવવાપૂર્વક ગચ્છ બહાર કર્યા.
અંતે રાજગૃહી નગરીના મૌર્યવંશી બળભદ્ર રાજાએ તેમને પ્રતિબોધિત કર્યા. માર્ગમાં સ્થિર કર્યા. તે સાધુઓ સૂત્રાનુસાર પ્રવૃત્તિ કરતા થયા.
૦ આ પૂર્વે કાયિક અને વાચિક અતિચારોનું સ્વરૂપ વિશેષથી જણાવ્યું. હવે માનસિક અતિચારોનું સ્વરૂપ વિશેષથી જણાવે છે— ૦ વુન્નાગો - દુર્ધ્યાનથી કરાયેલ હોય.
એકાગ્ર ચિત્તે દુષ્ટ ધ્યાનથી કરવાથી થયેલો આર્તધ્યાન - રૌદ્રધ્યાન રૂપ (માનસિક) અતિચાર.