________________
૫૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ સ્તુતિ કરતા હોવાથી આ સૂત્રને ‘શક્રસ્તવ' કહેવામાં આવે છે.
પ્રણિપાત દંડક :
– આ નમુત્થણ સૂત્ર કહ્યા પછી પ્રણિપાત એટલે કે નમસ્કાર કરાતો હોવાથી નવસંપદાવાળા આ નમુત્થણં' સૂત્રને પ્રણિપાત દંડક' કહે છે.
– આ સૂત્રની યોજના અરિહંત પરમાત્માને વિશિષ્ટ રીતે પ્રણિપાત વંદના કરવા માટે જ થયેલી છે તેથી તેને પ્રણિપાત દંડક સૂત્ર કહેવાય છે. તેનું પ્રણિપાત દંડક નામ' છે તેવો ઉલ્લેખ યોગશાસ્ત્ર, લલિતવિસ્તરા દેવવંદનભાષ્ય, ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં પણ થયેલ જોવા મળે છે.
૦ સંપદા અને પદો :
નમુત્થણું સૂત્ર નવ સંપદા અને તેત્રીશ પદોમાં રજૂ થયેલ છે. જો કે આ ગણતરી નો નિ નિગમયા સુધીની છે. કેમકે દશમી ગાથા કે જે નહિ છંદમાં છે, તેની ગણતરી યોગશાસ્ત્ર, લલિતવિસ્તરા, ધર્મસંગ્રહ આદિમાં કરાયેલ નથી. અન્યથા નેક કા સિદ્ધા આદિ પદો અને તેની સંપદા પણ આમાં ઉમેરવી પડે.
યોગશાસ્ત્રની વૃત્તિમાં ત્રીજા પ્રકાશમાં “નમુત્થણ'નું વિવરણ છે. હેમચંદ્રાચાર્યજી મહારાજે સંપદાનું વર્ણન કર્યું છે, તે આ પ્રમાણે છે – શકસ્તવમાં બે, ત્રણ, ચાર, ત્રણ વખત પાંચ, બે, ચાર અને ત્રણ એ પ્રમાણે તેત્રીશ આલાપકોવાળી નવ સંપદાઓ છે.
સંપદા એટલે અર્થનું વિશ્રામ સ્થાન અથવા અર્વાધિકાર. જેનાથી સંગત રીતે અર્થ જુદો પડાય તે “સંપ - સંપદા કહેવાય છે. સંબંધ ધરાવતા શબ્દોવાળો પાઠ ‘આલાપક' કહેવાય છે.
(૧) સ્તોતવ્ય સંપદા - એટલે સ્તુતિ યોગ્ય પદ સમૂહ. જેમાં અરિહંતાણં અને ભગવંતાણં બે પદો છે. આ સંપદા સ્તુતિનો વિષય કોણ છે તેને સૂચવે છે. સ્તોતવ્ય - સ્તુતિ પાત્રની જાણકારી માટે તેને પ્રથમ મૂકેલ છે.
(૨) ઓઘ સંપદા :- જેને હેતુ સંપદા કે સામાન્ય હેતુ સંપદા કહે છે તે ત્રણ પદની છે – આઇગરાણ, તિસ્થયરાણ, સયંસંબુદ્વાણ, સ્તુતિ યોગ્ય પાત્રની જાણકારી થયા પછી, આ સ્તુતિ પાત્રતાના સામાન્ય હેતની જાણકારી માટે જિજ્ઞાસા થાય છે. તેથી બીજી સંપદામાં સામાન્ય હેતુ જણાવ્યા.
(૩) ઇતરહેતુ સંપદા :- જેને સ્તોતવ્ય વિશેષ હેતુ સંપદા કે અસાધારણ હેતુ સંપદા કહે છે. તેમાં ચાર પદો છે પુરિયુત્તમ આદિ ચાર. સ્તુતિ પાત્રના સામાન્ય હેતુ જાણ્યા પછી વિશેષ હેતુ જાણવાની જિજ્ઞાસા થાય છે. તે જણાવવા આ ત્રીજી સંપદા બતાવી છે.
(૪) ઉપયોગ સંપદા :- જેને સ્તોતવ્ય સામાન્ય ઉપયોગ સંપદા પણ કહે છે. વિશેષ હેતને જાણ્યા પછી પણ જિજ્ઞાસા થાય છે કે, આ સ્તોતવ્ય ભગવંતનો સામાન્ય ઉપયોગ શો છે? કેમકે વિદ્વાનો પરંપરાએ ફળપ્રધાન કાર્યપ્રવૃત્તિ કરનારા