________________
સંસારાદાવાનલ-સ્તુતિ
૧૩૯
(સત્ર-૨
સારાકાવાનલ-રાતિ
મહાવીર - સ્તુતિ
@
@
સૂત્ર-વિષય :
ખરેખર આ સૂત્ર નથી સ્તુતિ છે, જેની ચાર ગાથાઓ કે પદ્યો છે. પ્રથમ પદ્યમાં ભગવંત મહાવીરની સ્તુતિ છે. બીજા પદ્યમાં સર્વ જિનેશ્વરોની સ્તુતિ છે. ત્રીજા પદ્યમાં જ્ઞાનની સ્તુતિ છે. ચોથા પદ્યમાં શ્રુતદેવી-સરસ્વતીની સ્તુતિ છે. સૂત્ર-મૂળ :- (સ્તુતિ)
સંસાર - દાવાનલ - દાહ - નીર,
સંમોહ - ધૂલી - હરણે સમીરં; માયા - રસા - દારણ - સાર - સીરં,
નમામિ વીર ગિરિ - સાર - ધીરે. ભાવાવનામ - સુર - દાનવ - માનવેન, ચૂલા - વિલોલ - કમલાવલિ - માલિતાનિ; સંપૂરિતાભિનત - લોક - સમીહિતાનિ,
કામ નમામિ જિનરાજ - પદાનિ તાનિ બોધાગાર્ધ સુપદ - પદવી - નીર પૂરાભિરામ, જીવા હિંસા વિરલ - લહરી - સંગમાગાહદેહં; ચૂલા - વેલ ગુરુગમ - મણી સંકુલ દૂરપાર,
સારં વરાગમ-જલ નિહિં સાદર સાધુસેવે આમૂલાલોલ - ધૂલી - બહુલ - પરિમલા લીટ-લોલાલિમાલા, ઝંકારારાવ - સારા મલદલ - કમલાબાર - ભૂમિ - નિવાસે; છાયા - સંભાર - સારે ! વરકમલ - કરે ! તાર - હારાભિરામે, વાણી - સંદોહ - દેહે ! ભવ - વિરહ - વર દેહિ મે દેવિ ! સાર. (૪)
1 સૂત્ર-સાર :
સંસારરૂપી દાવાનળના તાપને શાંત કરવામાં પાણી સમાન, મોહ-અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવામાં - ઉડાડી દેવામાં પવનસમાન, કપટ-માયારૂપી પૃથ્વીને ખોદવામાં તીણ હળ સમાન અને મેરુ પર્વત સમાન ધીરજવાન્ એવા મહાવીર ભગવંતને હું નમસ્કાર કરું છું.
ભાવપૂર્વક નમસ્કાર કરનારા દેવો - દાનવો અને માનવોના સ્વામીઓ અર્થાત્