________________
૧૩૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
પૂર્વાચાર્યોના જીવનની કથનીમાં શ્રી બપ્પભટ્ટસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી મલયગિરિજી આદિ અનેક આચાર્યોએ વાગદેવી, મૃતદેવી સરસ્વતીની આરાધના કરેલી હોવાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તેઓએ આરાધનાના બળે અગાધ શ્રત આરાધના કરેલી હતી. હેમચંદ્રાચાર્યજી, મલયગિરિજી આદિએ તો જૈન જગને વિપુલ અને અદ્ભુત સાહિત્યની ભેટ પણ ધરેલી છે.
- સૂત્ર-નોંધ :– આ સ્તુતિની ભાષા પ્રાકૃત છે. – આ સ્તુતિ આવશ્યક આદિ કોઈપણ આગમમાં પ્રાપ્ત થતી નથી.
– પ્રબોધ ટીકા કર્તાએ એવો ઉલ્લેખ કરેલ છે કે આ સ્તુતિ સંવત ૧૭૫૧માં શ્રી જિનવિજયજીએ રચેલા ષડાવશ્યક-બાલાવબોધના અંતભાગમાં સ્તુતિ-સંગ્રહમાં આપેલી છે.
– આ સ્તુતિના આદ્ય શબ્દો “કલ્લાણ કંદંખને કારણે આ સ્તુતિ “કલ્લાણ કંદ” નામથી ઓળખાય છે. તેમાં પહેલી સ્તુતિમાં આદિ-શાંતિ, નેમિ, પાર્થ, વીર એ પાંચ જિનોની સ્તુતિ હોવાથી આ સ્તુતિને “પંચજિન સ્તુતિ' પણ કહે છે.
– આ સ્તુતિના છંદ ઉપજાતિ છે. બીજો મત એવો છે કે આ સ્તુતિ ચતુષ્કની પહેલી સ્તુતિ ઉપેન્દ્રવજ છંદમાં છે બીજી ત્રણ સ્તુતિ ઉપજાતિ છંદમાં છે.
xx