________________
“કઘાણ-કંદં' સ્તુતિ-વિશેષ કથન
૧ ૩૭
(૩) પ્રાર્થ્ય વ્યક્તિ – – સા એવા સર્વનામ દ્વારા મૃતદેવીનો ઉલ્લેખ કર્યો છે.
વિશેષ-કથન :
આ એક સ્તુતિ ચતુષ્ક છે. તેમાં વિશેષ-કથનરૂપે ખાસ કંઈ નોંધપાત્ર કથન નથી. સામાન્યથી સ્તુતિ બંધારણ, કોઈક પાઠભેદ, મૃતદેવીની મહત્તા જેવા સામાન્ય ઉલ્લેખ થઈ શકે.
સ્તુતિનું સામાન્ય બંધારણ એ પ્રમાણે હોય છે કે તેમાં ચાર ગાથા કે શ્લોક કે પડ્યો હોય છે. જેમાંનું પ્રથમ પદ્ય-સ્તુતિ મૂળનાયક કે અધિકૃત જિન કે આરાધ્ધપદને ઉદ્દેશીને બોલાય છે.
સ્તુતિ ચતુષ્કની બીજી સ્તુતિ સર્વે જિનને આશ્રીને રચાયેલ હોય છે. જેમ અહીં “અપાર સંસાર” વાળી સ્તુતિમાં “સલ્વે જિણિંદા” શબ્દથી સર્વ જિનેશ્વરોની સ્તુતિ કરવામાં આવેલ છે.
સ્તુતિ ચતુષ્કની ત્રીજી સ્તુતિ જ્ઞાનની છે, શ્રુતજ્ઞાનને આશ્રીને રચાયેલી હોય છે. જેમ અહીં “નિવ્વાણમગ્ગ" સ્તુતિ દ્વારા જિનમત'ની સ્તવના-પ્રશંસા કરવામાં આવેલ છે.
સ્તુતિ ચતુષ્કની ચોથી સ્તુતિ શાસન દેવ-દેવીને આશ્રીને અથવા વૈયાવચ્ચ કરનારા દેવોના ઉપયોગાથે બોલાય છે. આ સ્તુતિમાં પણ ચોથી સ્તુતિ વાગેશ્વરી - મૃતદેવીને આશ્રીને રચાયેલ છે.
– દેવવંદન, પ્રતિક્રમણ આદિ ક્રિયામાં જે કોઈ સ્તુતિઓ બોલાય છે. તે દરેક સ્તુતિ ચતુષ્કમાં ચારે સ્તુતિમાં ઉપરોક્ત ધોરણ જાળવીને જ સ્તુતિની રચના કરાયેલ છે. તે દરેક સ્તુતિમાં સામાન્ય જિન, સર્વજિન, શ્રુતજ્ઞાન અને શાસનદેવતા એ ચારે ક્રમ ધોરણ સચવાયેલ હોય છે.
૦ પાઠ ભેદ નોંધ :– ગાથા ચારમાં – વરવાર અને વીર બંને પાઠ જોવા મળે ચે.
– વન્ના અને નિસગ્ના શબ્દોને સ્થાને વUT અને નિસUT એવો પાઠ હોવો જોઈએ એ પ્રમાણે પણ એક મત છે.
– પ્રસિદ્ધ પાઠ મુજબ વારિરિ શબ્દ છે. પ્રબોધટીકાકાર વાર પાઠ હોવાનું જણાવે છે. એક સ્થાને “વારિ’ પણ જોવા મળેલ છે.
મૃતદેવી-સરસ્વતીની મહત્તા –
અહીં ચોથી સ્તુતિમાં રજૂ થયેલ મૃતદેવી-સરસ્વતીના સ્વરૂપમાં આસનરૂપે કમળનો ઉલ્લેખ છે. હાથમાં પણ કમળ અને પુસ્તકો હોવાનો ઉલ્લેખ કરાયેલો છે. કમળ એ મલિનતાને દૂર કરનારું કે નિર્મળતાનું પ્રતિક છે. જ્યારે પુસ્તકો એ શ્રુતના પ્રતિકરૂપ હોવાથી જડતાને દૂર કરનારા છે. આ રીતે હૃદયની પવિત્રતા તથા બુદ્ધિને જ્ઞાનપ્રકાશ આપવા માટે મૃતદેવી સમર્થ છે. તે કારણે તેમની આરાધના ઇષ્ટ મનાયેલ છે.