________________
૧૩૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨ ફેસર અર્થાત્ ઈશ્વરી અથવા અધિષ્ઠાત્રી.
આ દેવી જુદા જુદા નામથી પ્રસિદ્ધ છે. જેવા કે – મૃતદેવતા, મૃતદેવી, વાગુદેવી, વાગ્યાદિની, વાણી, બ્રાહ્મી, ભારતી, શારદા, સરસ્વતી ઇત્યાદિ જેમાંથી સરસ્વતી' નામ વિશેષ પ્રસિદ્ધ છે.
– આ સરસ્વતી દેવીના જ વિશેષણોનો ચોથી ગાથામાં ઉલ્લેખ છે.
૦ પુસ્થય વર્ષા થા - જેનો (બીજો) હાથ પુસ્તકમાં વ્યગ્ર-રોકાયેલો છે અથવા જેના (બીજા) હાથમાં પુસ્તકનો સમૂહ છે તેવી (મૃતદેવી)
અહીં પુસ્થળે એટલે “પુસ્તક' અર્થ પ્રસિદ્ધ છે. પણ વા શબ્દનું સંસ્કૃત રૂપાંતર બે પ્રકારે થઈ શકે છે. વ્યગ્ર અને વ. જો વ્યગ્ર અર્થ લઈએ તો “તેનો બીજો હાથ પુસ્તકથી રોકાયેલો છે' એવો અર્થ થશે અને જો વર્ગ' અર્થ લઈએ તો ‘તેના બીજા હાથમાં પુસ્તકનો વર્ગ અર્થાત્ એકથી વધુ પુસ્તકો રહેલા છે' તેવો અર્થ થશે.
ચોથી ગાથાના બીજા ચરણમાં “સરોજ હત્યા' વિશેષણ છે અને ત્રીજા ચરણમાં ‘પુત્થય વર્ગી હત્થા' વિશેષણ છે. તેથી મૃતદેવી-સરસ્વતીના બે હાથ છે અને એક હાથમાં કમળ તથા બીજા હાથમાં પુસ્તકવર્ગ રહેલો છે તે પ્રમાણે અર્થ કરાયો છે. અન્યથા ગાથામાં તો બંને સ્થાને “હલ્યા' શજ છે. જેનો એક હાથ કે બીજો હાથ એવો અર્થ થઈ શકે નહીં.
• સુહાય તા ૩ સયા પત્થા - આ ચોથા ચરણમાં પ્રાર્થના છે અને બે ભાગ અલગ વિચારીએ તો પૂર્વાર્ધમાં પ્રાર્થના અને ઉત્તરાર્ધમાં શ્રુતેદવી-સરસ્વતીનું વિશેષણ છે. ૦ મુદાય - સુખને માટે
સ - તેણી, મૃતદેવી ૦ પૃષ્ઠ - અમને
સયા - સદા, હંમેશા ૦ પસંસ્થા - પ્રશસ્તા, વખણાયેલી, ઉત્તમ
અહીં ઉપસત્થા’ શબ્દ એ મૃતદેવી-સરસ્વતીનું વિશેષણ છે, જ્યારે બાકીના પદો સરસ્વતી પાસે પ્રાર્થના સ્વરૂપ છે-” હે મૃતદેવી ! તમે અમને સદા-હંમેશા સુખ આપનારી થાઓ.”
આ ચોથી ગાથાનો પરમાર્થ વિચારીએ તો - આ ગાથામાં પણ ત્રણ બાબતો નજરે ચડે છે – (૧) વિશેષણો (૨) પ્રાર્થના (1) પ્રાર્થ્યવ્યક્તિ.
(૧) વિશેષણો – - શ્રુતદેવીના વર્ણના શ્વેતપણાને જણાવતી ઉપમાઓ. – શ્રુતદેવીના બંને હાથમાં શું - શું રહેલું છે તે જણાવતા શબ્દો. - શ્રુતદેવી ક્યાં બિરાજમાન થયા છે તે જણાવતું પદ. - મૃતદેવી પ્રશસ્ત કે શ્રેષ્ઠ છે તેવું કથન. (૨) પ્રાર્થના – – અમને સદા સુખ આપનારી થાઓ.