________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
દેવેન્દ્રો
દાનવેન્દ્રો અને નરેન્દ્રોના મુગટમાં રહેલા ચપળ કમળની શ્રેણિઓ વડે પૂજાયેલ, જેમના પ્રભાવથી નમન કરનારા લોકોના મનોવાંછિતો સારી રીતે પૂર્ણ થયેલા છે, એવા તે પ્રભાવશાળી જિનચરણોને હું અત્યંત શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરું છું. (૨)
આ આગમરૂપી સમુદ્ર અપરિમિત જ્ઞાન વડે ગંભીર છે, લલિત પદોની રચનારૂપ જળ વડે મનોહર છે, જીવોની દયારૂપ નિરંતર તરંગોથી-મોજાંઓથી ભરપૂર હોવાના લીધે અગાધ છે - જેમાં પ્રવેશ કરવો કઠિન છે, ચૂલિકાઓ રૂપી વેળા - ભરતીથી યુક્ત છે, આલાપક મોટા સટશ પાઠો રૂપી રત્નોથી ભરપૂર છે, જેનો સંપૂર્ણ પાર પામવો મર્મ સમજવો અત્યંત મુશ્કેલ છે (કેમકે તેનો કિનારો ઘણો દૂર છે) તેવા વીર પરમાત્માના ઉત્તમ આગમરૂપી સમુદ્રની હું આદરપૂર્વક સેવના કરું છું.
(3) મૂળપર્યંત ડોલાયમાન, પરાગની અત્યંત સુગંધમાં આસક્ત થયેલ ચંચળ ભમરાઓની શ્રેણિઓના ગુંજારવ વડે શોભાયમાન, સુંદર-નિર્મળ પાંખડીવાળા કમલરૂપી ગૃહમાં આવેલા ભવનમાં રહેનારી, કાંતિના સમૂહવડે સુશોભિત, હાથમાં સુંદર કમળને ધારણ કરનારી, દેદીપ્યમાન હાર વડે અત્યંત મનોહર, દ્વાદશાંગી રૂપ વાણીના સમૂહ યુક્ત દેહવાળી - દ્વાદશાંગીની અધિષ્ઠાત્રી હે શ્રુતદેવી ! તમે મને ઉત્તમ મોક્ષરૂપી વરદાન આપો. (૪)
૧૪૦
સંસાર - સંસારરૂપી
·
-
– શબ્દજ્ઞાન :
દાહ
દારણ
તાપને (શાંત કરવામાં) સંમોહ - મોહ, અજ્ઞાનરૂપી સમીર પવન, વાયુ સમાન ખોદવામાં, વિદારવામાં નમામિ - હું નમસ્કાર કરું છું ગિરિસાર - મેરુ પર્વત જેવા ભાવ - ભાવ-ભક્તિપૂર્વક સુર - દેવો, વૈમાનિક આદિ માનવ - મનુષ્યો, માનવીઓ ચૂલા - મુગટ (ને વિશે રહેલા) કમલાવલિ - કમળની શ્રેણી સંપૂરિત સારી રીતે પૂરેલ લોક - લોકોનો, ભક્તોના
-
-
-
કામ
પદાનિ - ચરણોને બોધાગાÜ
-
ઘણું, ખૂબ, અત્યંત
-
જ્ઞાન વડે ગંભીર
-
દાવાનલ વનનો અગ્નિ નીરં - પાણી સમાન ધૂલી હરણે - ધૂળને દૂર કરવામાં માયા-રસા કપટરૂપ પૃથ્વીને સાર-સીરું - તીક્ષ્ણ હળસમાન વીરું - મહાવીર સ્વામીને ધીરું - ધીરજવાળા, સ્થિર અવનામ - નમસ્કાર કરનાર દાનવ - દાનવ, અસુર ઈન - સ્વામીઓના વિલોલ - ચપળ, ડોલાયમાન માલિતાની - પૂજાએલાં અભિનત - સારી રીતે નમેલા સમીહિતાની - મનોવાંછિતોના જિનરાજ - જિનેશ્વરોના તાનિ તે. તેમના
સુપદ
સારા કે લલિત પદોની