________________
સંસારાદાવાનલ-સ્તુતિ-શબ્દજ્ઞાન
૧૪૧ પદવી - રચનારૂપી
નીર-પુર - પાણીના સમૂહ વડે અભિરામ - મનોહર
જીવાહિંસા - જીવ દયારૂપ અવિરલ - નિરંતર, અંતરરહિત લહરી - તરંગ, મોજાના સંગમ - જોડણ, મળવાથી
અગાહ - અગાધ, મુશ્કેલ પ્રવેશ દેહં - શરીરવાળા, દેહયુક્ત
ચૂલાવેલ -- ચૂલિકારૂપ વેળાવાળા ગુરુ-ગમ - મોટા સરખા પાઠ
મણિ-સંકુલ - રત્નોથી ભરેલી દૂર-પાર - દૂર કિનારાવાળા
સાર - ઉત્તમ, શ્રેષ્ઠ વીર - મહાવીર પ્રભુના
આગમ - આગમરૂપી જલનિધિ - સમુદ્રને, દરિયાને
સાદર - આદર સહિત સાધુ - સારી રીતે
સેવે - હું એવું છું આમૂલ – મૂળ સુધી
આલોલ - કંઈક ડોલતું ધૂલી - પરાગ કે રજ ની
બહુલ પરિમલ - ઘણી સુગંધમાં આલીઢ - આસક્ત થયેલા
લોલ - ચપળ, ચંચળ અલિ - ભ્રમરાઓની
માલા - શ્રેણીઓના ઝંકાર - ગુંજારવના
આરાવ - શબ્દ કે રવ વડે અમલ - નિર્મલ, મલરહિત
દલ - પાંદડાવાળું, પાંખડીવાળું કમલ - કમળરૂપી
અગાર ભૂમિ - ઘરની ભૂમિમાં નિવાસે - રહેનારી
છાયા સંભાર - કાંતિના સમૂહથી સારેવર - સુશોભિત - ઉત્તમ
કમળ-કરે - હાથમાં કમળવાળી તાર-હાર - દેદીપ્યમાન હારથી
અભિરામે - મનોહર, સુશોભિત વાણી - દ્વાદશાંગીરૂપ વાણીના
સંદોહ - સમૂહરૂપી દેહે - શરીર કે દેહવાળી
ભવવરિડ - મોક્ષરૂપી વર - વરદાનને
દેહિ મે - મનો આપો દેવિ - મૃતદેવી !
સાર - ઉત્તમ, શ્રેષ્ઠ - વિવેચન :- યાકિની મહત્તા ધર્મસુનુ શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી રચિત આ સ્તુતિ છે. “કલાણ કં' સ્તુતિના વિવેચન અને વિશેષકથનમાં જણાવ્યા મુજબ આ પણ સ્તુતિ ચતુષ્ક છે. આ સ્તુતિમાં પણ પહેલી સ્તુતિ અધિકૃતુ જિન-મહાવીર સ્વામીની છે. બીજી સ્તુતિ સર્વ જિનને આશ્રીને છે, ત્રીજી સ્તુતિ શ્રુતજ્ઞાનઆગમની છે અને ચોથી સ્તુતિ શ્રત દેવતાની છે. (જે અંગેનું ઘણું જ વિવેચન સૂત્ર-૨૦ ‘કલાણ કંઠં'માં થઈ ગયેલ છે.)
હવે આ ચારે સ્તુતિનું વિવેચન ક્રમશઃ અહીં કરેલ છે–
પહેલી સ્તુતિમાં ચાર ચરણ છે. જેમાં ચોથા ચરણમાં આવેલ “નમન' ક્રિયાપદ છે અને વીર કર્મ છે. તે સિવાય બધાં પદો વીર - ભગવંત મહાવીરસ્વામીના વિશેષણો છે. “હું ભગવંત મહાવીરસ્વામીને નમસ્કાર કરું છું” એ ક્રિયા છે. તે ભગવંત મહાવીરસ્વામી કેવા છે ? તે વિષયમાં આ સ્તુતિના