________________
સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન
૧૯૩
- ગાથાના આરંભે પણ ‘સિદ્ધ' શબ્દ છે અને અંતે પણ ‘સિદ્ધ' શબ્દ છે. પણ તેમાં મહત્ત્વનો તફાવત એ છે કે, આરંભે રહેલો સિદ્ધા' શબ્દ વિશેષણ રૂપ છે અને અંતે રહેલો ‘સિદ્ધાપ' શબ્દ વિશેષ્ય રૂપ છે. આરંભના શબ્દનો અર્થ –
જેના સર્વ કાર્યો સિદ્ધ થયા છે" તેવા અર્થનો દ્યોતક છે. જ્યારે અંતે રહેલ શબ્દ સિદ્ધ ભગવંતો' અર્થમાં છે.
૦ ગાથાનો સારાંશ :(૧) જેના સર્વ કાર્યો કે પ્રયોજનો સિદ્ધ થયા છે તેવા(૨) જેઓએ સર્વ ભાવોને (કેવલજ્ઞાનથી) જાણ્યા છે તેવા – (૩) જેઓ સંસાર સમુદ્રનો પાર પામ્યા છે તેવા – (૪) જેઓ ગુણસ્થાનોની પરંપરાથી મોક્ષે ગયેલા છે તેવા – (૫) જેઓ લોકના અગ્રભાગે જઈને (હંમેશ માટે) રહ્યા છે તેવા – સર્વ સિદ્ધ-આત્માઓને મારા નિરંતર નમસ્કાર થાઓ.
– એ રીતે પ્રથમ ગાથામાં પાંચ વિશેષણોથી સિદ્ધના આત્માઓને નમસ્કાર કરવા પૂર્વક તેઓની ભાવસ્તવના કરાઈ છે.
– હવે બીજી ગાથામાં ભગવંત મહાવીરને નમસ્કાર કરાયેલ છે – • ગો - જે. - આ ભગવંત મહાવીર માટે વપરાયેલ સર્વનામ છે. • કેવાણ વિ દેવ - દેવોના પણ દેવ છે, દેવાધિદેવ છે.
– ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. આ ચાર ભેદોથી દેવોની ઓળખ અપાય છે. આ સર્વ પ્રકારના દેવોને પણ જે પૂજ્ય છે તેથી અરિહંત પરમાત્માને દેવોના પણ દેવ કહ્યા છે.
નં - જેને (જેઓને) અર્થાત્ જે ભગવંત મહાવીરને. • લેવા - દેવો, પૂર્વ કહ્યા તે સર્વ પ્રકારના ભવનપત્યાદિ દેવો.
પંગતી - અંજલિ કરેલા, વિનયપૂર્વક બે હાથની અંજલિ કરીને.
– પ્રણામ કરવાને માટે સંપુટ આકારે હાથ જોડવા, તેને અંજલિ કહે છે. લલિત વિસ્તરામાં કહ્યું, “વિનયથી રચેલ કર સંપુટ."
• નમસંતિ - નમે છે, નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે.
-૦- આ રીતે બીજી ગાથાના પહેલા અને બીજા ચરણમાં ભગવંત મહાવીરની સ્તુતિ રૂપ પદો મૂક્યા પછી ત્રીજા ચરણમાં પણ આ જ રીતે સ્તુતિપદ મૂક્યું - ટેવવેવમહિમ્ર
• સં - તેને, તે ભગવંત મહાવીરને • દેવ - દેવોના દેવ અર્થાત્ ઇન્દ્રો, શક્રેન્દ્ર વગેરે(થી)
મદિર - પૂજિત, પૂજાએલા.
-૦- હવે ચોથા અને છેલ્લા ચરણમાં વિશેષ્યપદ અને ક્રિયાપદ મૂકતા સૂત્રમાં જણાવ્યું કે, સિરસા વે મહાવીર
• સિરસા - શિર વડે, મસ્તક વડે, (મસ્તક નમાવીને) [2][3]