________________
૧૯૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
૦ પુન: પ્રશ્ન :- જીવ સિદ્ધિ ક્ષેત્રથી આગળ - ઊંચે, નીચે કે તિર્થ્રો કેમ
જતો નથી ?
૦ સમાધાન :- યોગશાસ્ત્ર વિવરણમાં તેનો ઉત્તર આપ્યો છે (૧) ગૌરવ - કર્મનો ભાર કે બોજ છૂટી જવાથી,
(૨) નીચે જવામાં કારણરૂપ બોજો કે સંગ નહીં હોવાથી, (૩) ઉપગ્રહ અભાવે - નાવડી જેમ સહાયતાના અભાવે પાણીથી આગળ જઈ શકતી નથી, તેમ મુક્ત જીવ પણ ગતિસહાયક ધર્માસ્તિકાય દ્રવ્યનો ઉપર અલોકમાં અભાવ હોવાથી ઉપર જઈ શકતો નથી. પણ ધર્માસ્તિકાય છે ત્યાં સુધી લોકના અંતે જઈને અટકી જાય છે.
(૪) તિર્થંગ્ ગમનમાં કારણભૂત યોગો કે તેનો વ્યાપાર નહીં હોવાથી તિર્જી ગમન પણ કરતો નથી.
તેથી સિદ્ધની ગતિ ચૌદરાજલોકના અંત સુધી જ રહે છે. ૦ ગતિ કઈ, ક્યારે, કેમ, ક્યાં ? વગેરે
-
મનુષ્યભવમાં જ જે પ્રાપ્ત કરવાની યોગ્યતા છે, તેવી સિદ્ધિગતિમાં આત્મા કઈ રીતે પહોંચે છે તે જાણવા માટે ઉર્ધ્વગતિ' ગમનની વાત કહી. કોઈપણ પ્રકારના કર્મબંધનથી રહિત આત્મા તદ્દન ભાર વગરનો બની જવાથી ઉર્ધ્વગતિ કરે છે. આ ગતિ ફક્ત એક સમયની હોય છે અર્થાત્ જ્યારે તે દેહનો ત્યાગ કરે છે ત્યારે ફક્ત એક સમયમાં જ ઉર્ધ્વગતિએ સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે. વળી આવી ગતિ કરે ત્યારે અઢીદ્વીપ પ્રમાણ અને ૪૫ લાખ યોજન વિસ્તારવાળા મનુષ્યક્ષેત્રમાં જે સ્થાને તે શરીર ત્યાગ કરે, તે જ સ્થાનેથી સમશ્રેણિએ સીધી ઉર્ધ્વરેખામાં તેના જ અગ્રભાગે ૪૫ લાખ યોજન વિસ્તારવાળી સિદ્ધશિલાએ સ્થિર થાય છે.
-
આ માટે તુંબડાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. માટીના લેપ ચડાવેલું તુંબડુ જેમ માટીના ભારને કારણે પાણીમાં તળીયે બેસી જાય છે. પણ જેમ-જેમ તે માટી પલળતી જાય અને ઉખડતી કે ઓગળતી જાય તેમ તેમ તુંબડુ ધીમે ધીમે પાણીને તળીયેથી ઊંચે ઊંચે જતું જાય છે. જ્યારે માટીનો બધો જ લેપ ઉખડી જાય ત્યારે
સ્વાભાવિક રૂપમાં રહેલ તુંબડુ પાણીની સપાટી ઉપર આવી જાય છે. પણ પાણીથી બહાર જઈ શકતું નથી કે નીચે પણ જતું નથી. તેમ આત્મા પણ કર્મોનો લેપ ખસી જતા લોકાગ્રભાગે સ્થિર થાય છે. ત્યાંથી ઊંચે પણ જતો નથી કે નીચે પણ આવતો નથી.
-
૭ નો, સા. નમસ્કાર થાઓ, સદા-નિરંતર.
આ પદો પૂર્વના સૂત્રોમાં આવી ગયા છે, ત્યાં વિવેચન જોવું. સવ્વસિદ્ધાણં - સર્વ સિદ્ધ ભગવંતોને.
સિદ્ધ શબ્દ વિશે આ જ ગાથાના પહેલા સિદ્ધાણં પદમાં વિવેચન થઈ ગયેલ છે.