________________
સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન
૧૯૧ તેનું વિજ્ઞાન સ્થિર રહે છે, કલેશોનો સર્વથા નાશ થવાથી સંસારમાં તેને કદાપિ લેશમાત્ર બાધા થતી નથી.
તેમની આ માન્યતાનું નિરસન કરતા સૂત્રકારે અહીં જણાવ્યું કે, “તેઓ લોકના અગ્રભાગે જઈને રહેલા છે.”
૦ નંગ - લોક. “લોક' શબ્દના અનેક અર્થો થાય છે. જેનું વિવરણ સૂત્ર૧ “નવકારમંત્ર' અને સૂત્ર-૮ લોગસ્સ'માં થયેલું છે. વળી આ “લોક' શબ્દ કયા કયા સૂત્રોમાં પ્રયોજાયેલ છે. તેની નોંધ પણ “સંસારદાવાનલ' સૂત્ર-૨૧માં કરાયેલી છે. તે “લોક' શબ્દથી અહીં ચૌદ રાજલોકરૂપ 'લોક' લેવો તે ઇષ્ટ છે જેને 'લોકપુરુષ' પણ કહે છે.
૦ ૩ - લોકાગ્રે ચૌદ રાજલોકના અગ્રભાગે.
- લોકપુરુષના મસ્તકને ભાગે જ્યાં ઇષત્ પ્રાગભારા પૃથ્વી આવેલી છે, જેને સિદ્ધશિલા કહે છે ત્યાં
૦ ઉવ - ઉપરનું ક્ષેત્ર, સમીપે અર્થાત્ બીજા કોઈ સ્થળે નહીં. ૦ ગય - (સર્વ કર્મોનો ક્ષય કરીને ત્યાં) જઈને રહેલ
-૦- સારાંશ - લોકપુરુષના મસ્તકના ભાગે અથવા ચૌદરાજલોકની ઉપર જ્યાં ઇષત્ પ્રાગભારા પૃથ્વી આવેલી છે, તેને સિદ્ધશિલા કહે છે. ત્યાં સિદ્ધાત્મા સ્થિર થયેલા છે. તેથી આગળ જતા માત્ર આકાશ જ આવેલું છે. જે અલોકાકાશ કહેવાય છે. તેમાં ગતિ સહાયક એવું ધર્માસ્તિકાય નથી કે સ્થિત સહાયક એવું અધમસ્તિકાય નથી. તેથી આત્માની આગળ ગતિ કે સ્થિતિ સંભવતી નથી માટે “લોકના અગ્રભાગે સ્થિત” એવું સિદ્ધો માટેનું વિશેષણ મૂક્યું.
– આવશ્યક નિર્યુક્તિ ૯૬૫માં કહ્યું છે કે
જ્યાં એક સિદ્ધ આત્મા છે, ત્યાં સંસારનો ક્ષય થવાથી મુક્ત થયેલા બીજા પણ અનંતા સિદ્ધો પરસ્પર બાધા વિના અનંતસુખને અનુભવતા સુખપૂર્વક રહ્યા છે.
૦ પ્રશ્ન :- સર્વ કર્મો ક્ષીણ કરીને સિદ્ધ થયેલા જીવો કયા કારણે અહીંનું સ્થાન છોડીને ત્યાં જાય છે - કોના બળે જાય છે ?
૦ સમાધાન :- પ્રશમરતિ - શ્લોક-૨૯૪માં કહે છે કે
(૧) પૂર્વપ્રયોગની સિદ્ધિથી - જેમ ધનુષ્યમાંથી છૂટેલું બાણ પૂર્વપ્રયોગથી સ્વયં આગળ જાય છે, તેમ જીવકર્મથી છૂટતાં જ ઉર્ધ્વગતિ કરે છે.
(૨) એરંડાની ફળીમાંથી છૂટતાં જ એરંડાના દાણા ઊંચે ઉછળે છે, તેમ જીવ કર્મબંધનમાંથી છૂટતાં જ ઉર્ધ્વગમન કરે છે.
(૩) અસંગથી - માટીથી ખરડાયેલી જળમાં ડૂબેલી તુંબડી માટી ધોવાઈ જતાં તુરંત ઉપર આવે છે. તેમ કર્મમલ ધોવાતાં જ અસંગ બનવાથી જીવ ઉર્ધ્વગતિ કરે છે.
- (૪) ગતિ સ્વભાવથી - જીવનો ઉર્ધ્વગમન કરવાનો સ્વભાવ હોવાથી ઉર્ધ્વગતિ કરે છે.