________________
૧૯૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
છે. પરંતુ જો આવો વિકાસ શાયોપથમિક ભાવે થયો હોય તો વધુમાં વધુ અર્ધ પુગલ પરાવર્તન કાળમાં તે જીવ સિદ્ધ અવસ્થાને પામે છે.
(૫) દેશવિરતિ - સમ્યકત્વ ગુણ પછી આત્મા કંઈક અંશે પણ જો હિંસા, મૃષા, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી અટકે તો તેને દેશવિરતિ નામક ગુણસ્થાન કહે છે. જેમાં તે અગારધર્મ પાળતો શ્રાવક બને છે.
(૬) સર્વવિરતિ-પ્રમત્ત - જો જીવ સર્વથા હિંસા-મૃષા આદિથી અટકે તો તેને સર્વવિરતિ ગુણ સ્થાન કહે છે. જેમાં જીવ અણગાર ધર્મનું પાલન કરતા એવા સાધુપણાને પામે છે. પણ આ ગુણસ્થાનને વિકલ્પ પ્રમત્ત’ ગુણસ્થાન એટલા માટે કહ્યું છે કે, અહીં તે શ્રમણપણું તો પામે છે પણ પ્રમાદરહિત અવસ્થાને હજી પ્રાપ્ત કરી હોતી નથી.
(૭) અપ્રમત્ત - આ ગુણસ્થાને જીવ અપ્રમાદીભાવને ધારણ કરે છે. જેના કારણે પ્રમાદના નિમિત્તે થતી હિંસા-મૃષા આદિથી સર્વથા નિવૃત્ત થાય છે. તે અપ્રમત્તશ્રમણ બને છે.
અપ્રમત્ત ભાવ ધારણ કરેલ આત્માનો તેથી પણ આગળ વિકાસ થાય ત્યારે સપક અથવા ઉપશમ શ્રેણિ રૂપ ગુણ શ્રેણિએ આગળ વધે છે. જો ઉપશમશ્રેણિ રૂપ ગુણશ્રેણિએ આગળ વધે તો “ઉપશાંતમોહ” નામક અગીયારમાં ગુણસ્થાને અટકે છે. ત્યાંથી તેનો આત્મવિકાસ અટકે છે કે નીચો ઉતરે છે અર્થાત્ તે અગીયારમાં ગુણસ્થાનથી નીચે પડે છે. પણ જો તે ક્ષપકશ્રેણિરૂપ ગુણશ્રેણિએ જીવ આગળ વધે તો વીતરાગ ભાવ સુધી પણ પહોંચે છે. જેને “ક્ષીણમોહ' નામક બારમું ગુણસ્થાન કહે છે.
આ બારમાં ગુણસ્થાનકને અંતે જીવ વીતરાગતા પ્રાપ્ત કરે છે, જેને તેરમા ગુણઠાણે “સયોગકેવલી" કહે છે. જીવ ચાર ઘાતકર્મો અર્થાત્ છાઘસ્થિક કર્મોનો સર્વથા ક્ષય કરી કેવળજ્ઞાની તો બની જાય છે. પણ તેના મન, વચન, કાયરૂપ ત્રણ યોગ હજી પ્રવર્તતા હોય છે. જ્યાં સુધી આ ત્રણ યોગ વર્તતા હોય ત્યાં સુધી યોગસહિત હોવાથી “સયોગીકેવલી' કહેવાય છે. પણ મોક્ષને પામતો નથી.
ત્યારપછી જ્યારે આ ત્રણે યોગથી પણ જીવ રહિત બને, તેને મન, વચન, કાયારૂપ યોગનો અભાવ થતા તે અયોગી કેવલી બને છે ત્યારપછી તે ‘સિદ્ધ' અવસ્થાને પ્રાપ્ત કરે છે.
આ રીતે ક્રમિક આત્મવિકાસથી સિદ્ધ થતા હોવાથી તેમને “પરંપરગત” એમ કહેવામાં આવ્યા છે.
૦ નોકWામુવા - લોકના અગ્રભાગે ગયેલાઓને. – આ પદ પણ “સર્વસિદ્ધોના વિશેષણરૂપે પ્રયોજાયેલ છે.
– આવશ્યક સૂત્ર વૃત્તિ તથા યોગશાસ્ત્ર વિવરણ આદિમાં અન્યતીર્થંકોનો મત ટાંકીને કહે છે કે, “આ સિદ્ધો સિદ્ધસ્થાને નહીં પણ અનિયત સ્થાને રહેલા છે.” તેઓ કહે છે કે, જ્યાં આત્માના (સંસાર કે અજ્ઞાનરૂપ) કુલેશોનો નાશ થાય,