________________
સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન
૧૮૯
સંસારના પારને પામેલા અથવા સર્વ પ્રયોજનો સંપૂર્ણ થવાથી પ્રયોજનના અંતને પામેલા છે માટે તે “પારગત' કહેવાય છે.
– આ પારગત શબ્દનો એક અર્થ છે “અપુનર્ભવે સંસારને તરી ગયેલા” અર્થાત્ જેઓને ફરી સંસારમાં આવવાનું નથી તેવા.
• પરંપરાલા - પરંપરાને પામેલાને, આત્મવિકાસ ક્રમે મોક્ષે ગયેલા. – આ પણ સર્વેસિદ્ધોના વિશેષણરૂપે યોજાયેલ પદ છે. – જેઓ ગુણસ્થાનની ક્રમ પરંપરા પ્રાપ્ત કરીને મોક્ષે પહોંચેલા છે તે. – આવશ્યક વૃત્તિકાર તથા યોગશાસ્ત્ર વિવરણકત જણાવે છે કે
પૂર્વે “પારગત” એવું વિશેષણ મૂક્યું તેમના માટે કેટલાંક યદચ્છાવાદીઓ કહે છે કે, “જેમ કોઈ દરિદ્રને એકાએક રાજ્ય મળી જાય, તેમ જીવ આકસ્મિક સિદ્ધ થાય છે. તેમાં ક્રમ જેવું કંઈ હોતું નથી.”
તેઓના આ મતનું ખંડન સૂત્રકારે “પરંપરગય' શબ્દથી કર્યું છે.
– એક પછી બીજું, બીજા પછી ત્રીજું એમ જે ક્રમસર ગોઠવાયેલું હોય છે તેને “પરંપર' કહેવાય છે. પરંપરાનો અર્થ હાર કે શ્રેણિ એવો થાય છે. અહીં “પરંપરાગત’ શબ્દ ગુણઠાણાની શ્રેણિને આશ્રીને પ્રયોજાયેલ છે.
- યોગશાસ્ત્ર વિવરણમાં જણાવે છે કે, આ પરંપરા (ક્રમ) એટલે ચૌદ ગુણસ્થાનકના ક્રમે આત્મવિકાસ અથવા કથંચિત્ કર્મોનો ક્ષયોપશમ થવો, વગેરે સામગ્રીના યોગે સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિ થવી તે. સગર્ દર્શનથી સખ્યમ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સમ્યગ જ્ઞાનથી સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એ રીતે ઉત્તરોત્તર ગુણની પ્રાપ્તિરૂપ ક્રમથી - પરંપરાથી સિદ્ધ થનારને.
– આત્મા નિગોદ અવસ્થામાંથી નીકળે અને મોક્ષાવસ્થા સુધી પહોંચી સિદ્ધત્વ પ્રાપ્ત કરે, ત્યાં સુધીમાં તે અનેકાનેક ભૂમિકાઓમાંથી પસાર થાય છે, આત્મા ક્રમિક વિકાસને સાધતો સ્વઉત્કર્ષ પ્રાપ્ત કરે છે. આ ક્રમિકતાને શાસ્ત્રકારોએ ચૌદ તબક્કાઓમાં વિભાજીત કરી છે. (ચૌદ તબક્કા લોકપ્રસિદ્ધ છે. પરંતુ તત્વાર્થાધિગમ સૂત્રમાં તેનું વર્ણન થોડું જુદુ રીતે થયું છે.) આ ચૌદ તબક્કાઓને ગુણસ્થાનક કહેવાય છે તે આ પ્રમાણે છે–
(૧) મિથ્યાષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિસાગૃષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) સર્વવિરતિ-પ્રમત, (૭) અપ્રમત્ત, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિ, (૧૦) સૂક્ષ્મસંપરાય, (૧૧) ઉપશાંત મોહ, (૧૨) ક્ષીણમોહ, (૧૩) સયોગીકેવળી, (૧૪) અયોગી કેવળી.
કર્મગ્રંથો તથા આગમસૂત્રવૃત્તિમાં આ સ્થાનકોનું વિસ્તૃત વર્ણન છે, તેમાંથી કેટલીક બાબતોને અત્રે સ્થાન આપેલ છે.
(૪) અવિરતિ સમ્યગૃષ્ટિ - આ ગુણસ્થાનકે સમ્યકત્વ કે સગર્ દર્શનની પ્રાપ્તિ થાય છે. આત્માનો વિકાસ સમ્યક્ત્વ પ્રાપ્ત પર્યન્ત પહોંચે ત્યારપછી સાયિક ભાવે આ ગુણ પ્રાપ્ત થયો હોય તો તે આત્મા નિકટ ભવે કે તે જ ભવે સિદ્ધ થાય