________________
૧૮૮
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ આ પ્રમાણે ગાથાને અંતે આવતા “સબૂસિદ્ધોની વિવેચના જાણવી. • યુદ્ધvi - બુદ્ધોને. જેઓએ સર્વભાવ જાણ્યા છે તેને
- ‘સિદ્ધાણં' પદની માફક “બુદ્ધાણં' પદ “સબૂસિદ્ધો'ના વિશેષણરૂપે જાણવું. કેમકે સર્વે સિદ્ધો સિદ્ધ છે - બુદ્ધ છે ઇત્યાદિ ભાવ અહીં રહેલો છે.
– વસ્તુનું યથાર્થ તત્ત્વ જેમણે જાણ્યું છે તે “બુદ્ધ' કહેવાય છે.
– વસ્તુનું યથાર્થ તત્ત્વ કેવળજ્ઞાન વડે જ જાણી શકાય છે. તેથી બુદ્ધ એટલે કેવળજ્ઞાની એવો અર્થ સમજવો જોઈએ.
– યોગશાસ્ત્ર વિવરણમાં જણાવે છે કે - “અજ્ઞાનરૂપ નિદ્રામાં ઊંઘતા જગતમાં બીજાના ઉપદેશ વિના જીવાદિ સ્વરૂપ જાણીને બોધ પામેલા અર્થાત્ બોધ પાખ્યા પછી કર્મોનો સર્વથા ક્ષય કરી જેઓ સિદ્ધ થયા, તેમને
– આવશ્યક વૃત્તિમાં જણાવે છે કે, “જેમણે સમગ્ર તત્ત્વોને અવિપરિતપણે જાણી લીધા છે તે “બુદ્ધો' કહેવાય છે. આ દૃષ્ટિએ “બુદ્ધ' એટલે “સર્વજ્ઞ'. થાય તેમ સમજી લેવું જોઈએ.
– ‘યુદ્ધ' શબ્દનો અર્થ આગમોમાં આ પ્રમાણે જોવા મળે છે–
– પ્રજ્ઞાપના વૃત્તિ - બુદ્ધ એટલે આચાર્ય, અથવા સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવ બોધરૂપ તે બુદ્ધ. (જો કે અહીં બુદ્ધનો આચાર્ય અર્થ માન્ય નથી.)
- દશવૈકાલિક વૃત્તિ – જેણે તત્ત્વને જાણ્યું કે પામ્યું છે તે. – ઉત્તરાધ્યયન વૃત્તિ - જેણે વસ્તુ તત્ત્વ જે જાણ્યું છે તેવા ગુરુ.
– સૂયગડાંગ વૃત્તિ - જેણે વસ્તુ તત્ત્વને જાણેલ છે તેવા સર્વજ્ઞ અથવા બુદ્ધ એટલે ત્રણે કાળને જાણનાર.
– ભગવતી વૃત્તિ - જીવાદિ તત્ત્વના જ્ઞાતા કે જ્ઞાનવાનું તે બુદ્ધ. – સ્થાનાંગ વૃત્તિ - તત્વના જ્ઞાનથી યુક્ત કે બોધયુક્ત તે બુદ્ધ,
– અજ્ઞાનરૂપી નિદ્રામાં સુતેલા એવા જગતમાં બીજાના ઉપદેશ રહિતપણે જીવાદિરૂપ તત્ત્વોનો બોધ પામેલ એવા તે બુદ્ધ.
• પારાયાણં - પારગતોને, પાર પામેલાઓને. – સર્વસિદ્ધોનું આ ત્રીજું વિશેષણ દર્શાવી નમસ્કાર કરાયો છે.
– આવશ્યક વૃત્તિકાર તથા યોગશાસ્ત્ર વિવરણકર્તા જણાવે છે કે- કેટલાક અન્યતીર્થિઓનો એવો મત છે કે, સિદ્ધો સિદ્ધપણામાં સંસારને અને નિર્વાણને છોડીને રહે છે. તે માટે તેઓ કહે છે કે
ત્રણ ભુવનની આબાદીને માટે જેઓ નથી સંસારમાં સ્થિર કે નથી નિર્વાણમાં સ્થિર અને લોકો જેનું સ્વરૂપ જાણી શકતા નથી, તેઓ અચિંત્ય ચિંતામણી રત્નથી પણ અધિક મહાનું છે.”
આ મતનું ખંડન કરતા સૂત્રકાર અહીં ‘સિદ્ધોનું વિશેષણ “પારગત' હોવાનું જણાવે છે. તેની વ્યાખ્યા કરતા શ્રીમાન્ હરિભદ્રસૂરિજી આવશ્યક વૃત્તિ તથા લલિત વિસ્તરામાં કહે છે કે